Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

પીપળી વટામણ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત : તેલંગાણા પાસિંગની કાર: ર ના મોત : પોલીસે સ્થળ પર પહોંચીને ક્રેઇનની મદદથી મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી કરી

ભાવનગર : વહેલી સવારે ભાવનગર- અમદાવાદ હાઈવે લોહિયાળ બન્યો છે. આજે સવારે ભાવનગર અમદાવાદ હાઇવે પર થયેલા ગમખ્વાર કાર અકસ્માતમાં 2 લોકોના મોત નિપજ્યા છે. પીપળી વટામણ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જે કારને અકસ્માત  થયો છે તે તેલંગાણા પાસિંગની કાર હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, પીપળી વટામણ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં કારનો કચ્ચરધાણ નીકળી ગયો હતો. કારના આગળના ભાગના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. જોકે, આ કાર તેલંગણા પાસિંગની હોવાનું સામે આવ્યું છે. તેલંગાણા પાસિંગની કારમાં 5 લોકો સવાર હતા. જેમાંથી 2 લોકોના સ્થળ પર મોત નિપજ્યા છે.

ટ્રક અમદાવાદ તરફ જઈ રહ્યો હતો, ત્યારે સામેથી આવતી તેલંગાણાની કાર સાથે તેની ટક્કર થઈ હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્તો ધોળકા હોસ્પિટલમાં ખસેડાયા છે. જેમાં 2 મુસાફરોને સામાન્ય ઇજા થઈ છે, તો એકની હાલત ગંભીર છે. પોલીસે સ્થળ પર પહોંચીને ક્રેઇનની મદદથી મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી કરી હતી. તેમજ ક્ષતવિક્ષત હાલતમાં મળેલા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા.

(12:36 pm IST)
  • વિજય માલ્યા બન્યો મરણીયો : બ્રિટનમાં જ રહેવા પૈતરો : ગૃહમંત્રી પ્રીતિ પટેલ સમક્ષ અરજી કરી : હાલ તે જામીન ઉપર છુટેલો છે access_time 3:16 pm IST

  • ગુજરાતમાં કોંગ્રેસના ઓબ્ઝર્વર તરીકે છત્તીસગઢના ગૃહમંત્રીની નિમણૂંક : છત્તીસગઢના હોમ મિનિસ્ટર તામ્રધ્વજસિંહની ગુજરાતના ઓબ્ઝર્વર તરીકે કોંગ્રેસ નેતાગીરીએ નિમણૂક કરી છે access_time 5:04 pm IST

  • દિલ્હી એરપોર્ટ ઉપરથી કરોડોનું હેરોઈન ઝડપાયું: કરોડો રૂપિયાની કિંમતના ૯.૮ કિલો હેરોઇનના જથ્થા સાથે યુગાન્ડાના બે નાગરિકો દિલ્હી એરપોર્ટ થી ઝડપાઈ ગયા છે. access_time 4:44 pm IST