Gujarati News

Gujarati News

News of Friday, 24th February 2023

આકર્ષણ કેન્‍દ્ર બની ‘‘બજેટ બેગ'': ખાટલી-ભરતકામથી તૈયાર કરાઇ બજેટપોથી

બજેટ પોથીમાં દર્શાવેલ પ્રતીકોમાં રૂષિ-પશુપાલન શિક્ષણ-આરોગ્‍ય-પાણી પુરવઠો- ઉર્જા-ઉદ્યોગ- પ્રવાસન વગરે ક્ષેત્રોની ડીઝાઇન ખાસ દર્શાવાઇ

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે બીજો દિવસ છે. આજે નાણામંત્રી કનુ દેસાઈ વિધાનસભામાં બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. નાણામંત્રી તરીકે કનુ દેસાઈ બીજી વખત બજેટ રજૂ  કરવા પહોંચ્‍યા હતા.

નાણામંત્રી તરીકે કનુ દેસાઈ બીજી વખત બજેટ રજૂ કયુ હતું. . એવામાં આ વખતના બજેટની બજેટ પોથીમાં હસ્‍તકળાને સ્‍થાન આપવામાં આવ્‍યું છે. જણાવી દઈએ કે અત્‍યાર સુધીમાં પહેલી વખત ગુજરાત બજેટની બજેટપોથી ખાટલી ભારતકામથી ગૂંથવામાં આવી છે.

આ વખતે બજેટપોથીની વિશેષતા

ગુજરાત બજેટ પોથીમાં સ્‍થિત ગુજરાતના નકશામાં દર્શાવેલ મુખ્‍ય ક્ષેત્રોના પ્રતીક જેમ કે,  કળષિ અને પશુપાલન,  શિક્ષણ,  આરોગ્‍ય, પાણી  પુરવઠો,  ઉર્જા,  ઉદ્યોગ અને પ્રવાસન વગેરે ક્ષેત્રોની ડિઝાઈન બજેટમાં સમાવિષ્ટ વિકાસના ક્ષેત્રોની પ્રાથમિકતા દર્શાવે છે.

આ સાથે જ સંસ્‍કળતિ, સ્‍થાપત્‍ય અને સૌર ઉર્જાનો સુભગ સમન્‍વય એવા મોઢેરાના સુર્યમંદિરને બજેટ પોથીમાં સ્‍થાન આપવામાં આવ્‍યું છે.

આ વાત વિશે જાણકારી આપતા પ્‍ન્‍ખ્‍ જીતુભાઈ ચૌધરીએ ટ્‍વિટ કરીને કહ્યું હતું કે ઁગુજરાતની અર્થવ્‍યવસ્‍થા સાથે ગુજરાતની સાંસ્‍કળતિક કળાને સૂચક રૂપે જોડતું નવું અભિગમઁ છે.

ગયા વર્ષે પણ બજેટ બેગ આકર્ષણનુ કેન્‍દ્ર બન્‍યું હતું

ગયા વર્ષે પણ રાજ્‍ય સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ કલાત્‍મક બેગ લઈને બજેટ રજૂ કરવા વિધાનસભા પહોંચ્‍યા હતા. જ્‍યાં આ લાલ રંગની બજેટ બેગ ખાસ આકર્ષણનુ કેન્‍દ્ર બન્‍યું હતું. જણાવી દઈએ કે ગયા વર્ષે લાલ રંગની બેગ પર વારલી પેઇન્‍ટિંગ કરવામાં આવી છે. બજેટ બેગ પર વારલી પેઇન્‍ટિંગ એ આદિવાસી કળાની એક શૈલી છે. ગયા વર્ષે નાણામંત્રીએ રેગ્‍યુલર બેગની જગ્‍યાએ ખાસ પ્રકારનો લાલ રંગનુ બોકસ બજેટ ભાષણ માટે રાખવામા આવ્‍યુ હતું અને આ બોકસ ઉપર આદિજાતિ સંસ્‍કળતિની ઓળખ સમી વારળી પેઈન્‍ટીગ અને કચ્‍છની ભાતીગળ બોર્ડર અંકિત કરેલી હતી, સાથે ભારતના રાજચિન્‍હ અશોક સ્‍તંભને દર્શાવેલ છે આમ, આઝાદીના અમળત મહોત્‍સવ સાથે આદિવાસી સમાજની આગવો ઓળખને પણ સાંકળવામાં આવી હતી.

સંસ્‍કળતિ, સ્‍થાપત્‍ય અને સૌર .ર્જાનો સુભગ સમન્‍વય એવા મોઢેરાના સૂર્ય મંદિરને બજેટ પોથીમાં સ્‍થાન .

(1:29 pm IST)