Gujarati News

Gujarati News

News of Friday, 24th February 2023

૮ પ્રાદેશિક વિજ્ઞાન કેન્‍દ્રો સ્‍થપાશે : ગામડાઓમાં ફાઇબર ટુ હોમ કનેક્‍શન

ગાંધીનગર : આઇ.ટી., ઇલેકટ્રોનીક, સેમી-કોન જેવી નીતિઓનો અમલ કરી આધુનિક ટેકનોલોજી આધારિત ઉદ્યોગ અને સેવાકીય ક્ષેત્રો દ્વારા આર્થિક વિકાસ માટે રાજયમાં સાનૂકુળ વાતાવરણ ઉભુ કરવા સરકાર કાર્યરત છે. ગ્રામ્‍યસ્‍તરે ડિમાન્‍ડ આધારિત ડિજિટલ કનેકિટવીટી ઉપલબ્‍ધ કરાવી વિશ્વકક્ષાની ડિજિટલ સેવાઓ પુરી પાડવાનું અને ડિજિટલ વ્‍યવહારોને ઉતેજન આપવાનું સરકારનું લક્ષ્ય છે.

સેમી કન્‍ડકટર પોલિસી હેઠળ સેમી કન્‍ડકટર અને ડિસપ્‍લે ફેબ તેમજ ઓસેટ ફેસીલીટી માટે રૂા. ૫૨૪ કરોડની જોગવાઇ. ઇેલેકટ્રોનીક પોલીસી હેઠળ ઇલેકટ્રોનીકસ ક્ષેત્રના ઉદ્યોગો માટે રૂા. ૧૨૫ કરોડની જોગવાઇ. આઇ.ટી. પોલિસી હેઠળ રોકાણોને પ્રોત્‍સાહન આપી રોજગારીનું સર્જન કરવા રૂા. ૭૦ કરોડની જોગવાઇ. સાયન્‍સ સિટી ખાતે ભારત સરકારની સંસ્‍થા InSpace સાથે મળીને સ્‍પેસ મેન્‍યુફેક્‍ચરીંગ કલસ્‍ટરનો વિકાસ કરવા માટે રૂા. ૧૨ કરોડની જોગવાઇ. આઇ.ટી. અને સ્‍ટાર્ટ અપ કલ્‍ચરના સર્વાંગી વિકાસ હેતુ સાયન્‍સ સીટી ખાતે આઇ.ટી. અને સાયન્‍સ પાર્કના વિકાસ માટે રૂા. ૧૦ કરોડની જોગવાઇ.સાયન્‍સ સિટીના વિકાસના માસ્‍ટર પ્‍લાનના ભાગરૂપે નવા ક્ષેત્રો ડિફેન્‍સ અને એવિએશનની ગેલેરી સ્‍થાપવા રૂા. ૨૫૦ કરોડનું આયોજન છે. જેના માટે રૂા. ૨૨ કરોડની જોગવાઇ.

રાજયમાં ૮ સ્‍થળોએ રિજીયોનલ સાયન્‍સ સેન્‍ટર અને બાકીના તમામ જિલ્લાઓમાં જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્રની સ્‍થાપના અને સંચાલન માટે રૂા. ૨૩૩ કરોડની જોગવાઇ. ગ્રામ્‍ય ક્ષેત્રે ડિજીટલ ડિવાઇડ ઓછું કરવા ડિજિટલ વિલેજ સ્‍કીમ અંતર્ગત ગ્રામ્‍ય વિસ્‍તારમાં FTTH (Fiber To The Home) કનેકશન આપવાની યોજના. માટે રૂા. ૧૨૦ કરોડની જોગવાઇ.

(4:11 pm IST)