Gujarati News

Gujarati News

News of Friday, 24th February 2023

બોટાદથી રાજકોટ, જુનાગઢ વગેરે માટે પાણીની લાઇનઃ ૨૦૦ સ્‍થળે વોટરફલો મીટર

 

ગાંધીનગર, તા.૨૪: પાણી પુરવઠા ક્ષેત્રે બજેટમાં નીચે મુજબ જોગવાઇ છે.

સૌરાષ્‍ટ્રમાં આગામી વર્ષોની પીવાના પાણીની જરૂરીયાતને પહોંચી વળવા નાવડા-બોટાદ-ગઢડા-ચાવંડ, બુધેલ-બોરડા, ધરાઇ-ભેસાણ અને ઢાંકી-નાવડા બલ્‍ય પાઇપલાઇનના કામો અમલમાં મૂકેલ છે. જે કામો માટે રૂ.૮૦૦ કરોડની જોગવાઇ.

બુધેલથી બોરડા સુધીની ૫૬ કિ.મી. લંબાઇની બલ્‍ક પાઇપલાઇન અંદાજીત કિંમત રૂ.૩૭૬ કરોડના કામો પુર્ણતાના આરે.

બોટાદ, રાજકોટ અમરેલી, જુનાગઢ અને પોરબંદર જિલ્લાઓ માટેની નાવડાથી ચાવંડ સુધીની ૮૫ કિ.મી.બલ્‍ક પાઇપલાઇનના અંદાજે રૂ.૬૪૪ કરોડના કામો પ્રગતિ હેઠળ.

પાણીની ઉપલબ્‍ધિ સુનિશ્‍ચિત કરવાની સાથે લોકસહકારથી તેના કરસરભર્યા ઉપયોગ માટે સરકાર પ્રયત્‍નશીલ છે આ હેતુસર.

ગુજરાત ઘર વપરાશ પાણી (સંરક્ષણ) અધિનિયમ, ૨૦૧૯ અંતર્ગત પાણીનું વિતરણ કરતી ૬૫૦૦ ગ્રામ પંચાયતો અને ૩૬૩ જૂથ યોજના હેઠળના ૨૦૦૦ હેડવકર્સ, પાણી વિતરણના સ્‍થળોનું વોટર ઓડિટ પૂર્ણ કરેલ છે.

પાણીના પરિવહન અને વિતરણમાં જવાબદેહી લાવવા અને પાણીનો બગાડ અટકાવવા ૨૨૦૦ જેટલા હેડવકર્સ ઉપરથી પાણીની ગુણવત્તાની માપણી અને તેના મોનિટરીંગની વ્‍યવસ્‍થા પ્રગતિમાં છે.

(4:23 pm IST)