Gujarati News

Gujarati News

News of Friday, 24th February 2023

રાજપીપલા - ગરૂડેશ્વર તાલુકામાં બાળકોના ભાવિ ઉજ્જવળ બને તે હેતુસર કારકિર્દી માર્ગદર્શન શિબિર યોજાયો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા :નર્મદા જિલ્લામાં યુવાધનને સ્વરોજગારી પુરી પાડી સ્વનિર્ભર બનાવવા માટે નર્મદા કલેકટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ રોજગાર વિનિમય કચેરી દ્વારા ખૂબ પ્રશંસનીય કામગીરી થઈ રહી છે. સરકારી હાઇસ્કૂલ રાજપીપલા અને ગરુડેશ્વરના ગોરા ગામે શ્રી પીન્ટુલાલા વિદ્યામંદિર હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓનું ભાવિ ઉજ્જવળ બને તે હેતુસર કારકિર્દી માર્ગદર્શન શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

  રોજગાર અધિકારી એમ.એસ.પટેલના માર્ગદર્શન હેઠળ વિભાગના કેરિયર કાઉન્સલર કૃષિકા વસાવાએ શિબિરમાં વિદ્યાર્થીઓને વોકેશનલ એજ્યુકેશન, કારકિર્દી માર્ગદર્શન, અનુબંધમ ગુજરાત પોર્ટલ, એન.સી.એસ પોર્ટલ સહિત સ્વરોજગારી અને રોજગાર સેતુ હેલ્પલાઇન વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુમાં અનુબધમ પોર્ટલ, એનસીસી અને કેરિયર કોર્નર અંગે વિસ્તૃતમાં માર્ગદર્શન આપવાનો મહત્વ પૂર્ણ આશય શિક્ષણની સાથે વિદ્યાર્થીઓ માટે રોજગારી માટે તક ઉભી કરવાનું છે.
આ શિબિરમા સરકારી હાઇસ્કૂલ રાજપીપલાના  આચાર્ય તુષારસિંહ સોલંકી, શ્રી પીન્ટુલાલા વિદ્યામંદિર બોરિયાના આચાર્ય ડી.એ. ખેર સહિત મોટી સંખ્યામાં વિધાર્થીઓ સહભાગી થયા હતા.

   
(10:15 pm IST)