Gujarati News

Gujarati News

News of Friday, 24th February 2023

રાજપીપળા શ્રીનાથજી મંદિર પાસે વૈષ્ણવ બહેનોએ હોળી રસિયાની ધૂમ મચાવી

વ્રજમાં ગોપીઓ શ્રી કૃષ્ણ સાથે રમતા હોય તેમ અબીલ ગુલાલ અને પુષ્પો વડે મોટી સંખ્યામાં વૈષ્ણવ બહેનો હોળી પૂર્વે એક મહિનો રશિયા રમે છે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :રાજપીપળામાં વૈષ્ણવ બહેનોમાં લઠ્માર હોળી અને રસિયા રમવાની ની ધૂમ મચી છે,વ્રજમાં ગોપીઓ શ્રી કૃષ્ણ સાથે રમતા હોય તેમ અબીલ ગુલાલ, અને પુષ્પો વડે મોટી સંખ્યામાં વૈષ્ણવ બહેનો હોળી પૂર્વે એક મહિનો રશિયા રમે છે.અને કૃષ્ણ ભક્તિ કરે છે.

વૃન્દાવનમાં પરમ્પરાગત હોળી નો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે જે વર્ષોથી જે ગામોમાં શ્રીનાથજી હવેલી હોય એ ગામમાં ધામ ધૂમ પૂર્વક ઉજવાય છે.અને શ્રી કૃષ્ણ ભક્તિમાં મગ્ન બની  વૈષ્ણવ સમાજની બહેનો હોળી પૂર્વે રસિયાનો ઉત્સવ એક મહિના સુધી ઉજવે છે આમ રાજપીપળા નગરમાં પણ વિવિધ વૈષ્ણવ મહિલા મંડળો હોળી રશિયા રમે છે. અને લઠમાર હોળી રમી ભક્તિ કરે છે.અને એક મહિના સુધી દરેક ફળિયાઓ મંદિરો અને શેરીઓમાં આ હોળી રસિયાનો ઉત્સવ ઉજવી મહિલાઓ એક બીજાને રંગી, ફૂલોથી સ્વાગત કરી ઢોલ નગારા સાથે શ્રી કૃષ્ણભગવાનના ગીતો ગાઈ નાચગાન કરે છે અને ધણી,કોપરા,મીઠાઈ ખજુર નો પ્રસાદ વહેચે છે. આમ હોળી પૂર્વે હોળી રસિયાની ધૂમ રાજપીપળામાં જોવા મળે છે

   
(10:19 pm IST)