Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

અમદાવાદમાંથી પાકિસ્તાન માટે જાસૂસી કરનારની ધરપકડ કરાઈ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મોટું એન્ટી ટેરર ઓપરેશન પાર પાડ્યું : આ વ્યક્તિ પાકિસ્તાન ઇન્ટેલીજન્સ સાથે સંકળાયેલો હતો અને પૂછપરછમાં તેણે સ્વીકાર્યું છે કે તે સિમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતા

અમદાવાદ, તા.૨૭ : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મોટું એન્ટી ટેરર ઓપરેશન પાર પાડ્યું છે. કોટ વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક જાસૂસની ધરપરડ કરવામાં આવી છે. આ વ્યક્તિ સિમકાર્ડ અહિંથી ખરીદીને પાકિસ્તાન મોકલતો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ગઇકાલે જ આ ઓપરેશન પૂર્ણ કર્યુ હતુ અને આ વ્યક્તિની મોડી રાતે ધરપકડ કરી લીધી હતી. પોલીસને મળેલ બાતમી અનુસાર આ વ્યક્તિ પાકિસ્તાન ઇન્ટેલીજન્સ સાથે સંકળાયેલો હતો અને પૂછપરછમાં તેણે સ્વીકાર્યું છે કે તે સિમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતો.

મળતી માહિતી પ્રમાણે કોટ વિસ્તારમાંથી ઝડપાયેલો આ આરોપી અબ્દુલ વહાબ પઠાણ અમદાવાદમાંથી સિમ કાર્ડ ખરીદીને એક્ટિવ કરીને પાકિસ્તાન ઇન્ટેલિજન્સ એજન્સીને આપતો હોવાની વાત સામે આવી છે. ૨૦૧૯થી આરોપી આ કામ કરતો હતો. વહાબ ત્રણથી ચાર વખત પાકિસ્તાન જઈને આવ્યો છે. આ કેસમાં આરોપી પાસેથી કુલ ૧૦ જેટલા સીમકાર્ડ મળી આવ્યા છે. 

આટલું જ નહી, પોલીસના જણાવ્યા પ્રમાણે, અબ્દુલ વહાબ પાકિસ્તાની જાસૂસના કોન્ટેક્ટમાં પણ હતો, વિઝા કઢાવવા માટે પાકિસ્તાન હાઈ કમિશન પાસે પણ તે ગયો હતો. 

મહત્વનું છે કે, પોલીસની તપાસમાં એ બહાર આવશે કે, આખરે આ વ્યક્તિ કયા કારણે  સિમકાર્ડ પાકિસ્તાનના ઇન્ટેલિજન્સ એજન્સીને આપતો હતો અને તેને કેટલું ફંડ કયા રસ્તે મળતું હતુ અને તેની સાથે સંકળાયેલા અન્ય લોકો કોણ છે.૬૩૦,૦૦૦ લોકો રહે છે.ભારત પાકિસ્તાનના ભાગલા સમયે પોતાના પરિવારથી અલગ પડેલા અમદાવાદનો એક વ્યક્તિ પોતાના પરિવારને મળવા ત્રણથી ચાર વખત પાકિસ્તાન ગયો હતો. પરંતુ ત્યાં પરિવારને મળવાની જગ્યાએ

પાકિસ્તાની એજન્ટોનો જાસૂસ બની ગયો હતો. તે ભારતીય કંપનીના સીમ કાર્ડ ઓપરેટ કરવા પાકિસ્તાનની જાસૂસી એજન્સી આઈએસઆઈને મદદ કરતો હતો. તેણે અમદાવાદના લોકોના ડોક્યુમેન્ટના આધારે

સીમકાર્ડ એક્ટિવ કર્યા અને તે નંબરના વોટ્સએપ એકાઉન્ટ બનાવી પાકિસ્તાની એજન્ટોને પહોંચતા કર્યા હતા જે માટેનો ઓટીપી પાકિસ્તાની આકાઓને પહોંચાડી દેતો હતો જેના આધારે વોટ્સએપ એકાઉન્ટ

એક્ટિવ થતાં જ દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાન સુધી પહોંચી જતી હતી. આ વ્યક્તિની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી લીધી છે.

ક્રાઈમ બ્રાંચને તપાસ દરમિયાન એવી વિગતો જાણવા મળી હતી કે, અમદાવાદનો એક શખ્સ કેટલાક સીમકાર્ડ ખરીદીને પાકિસ્તાની સંસ્થાઓને મદદ કરી રહ્યો છે. અમદાવાદના સીમકાર્ડની મદદથી પાકિસ્તાની

જાસુસો વોટ્સએપ ગ્રુપ એક્ટિવ કરતા હતા. આ માટે ઓટીપી અહીંથી જતો હતો. આ બધાની વચ્ચે એક સિનિયર સિટીઝનની કડી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી અને સમગ્ર બાબતનો ઘટસ્ફોટ થયો હતો.

જે સીમકાર્ડથી લશ્કરી દળોના નિવૃત્ત/ નિવૃત્ત થઈ રહેલ અધિકારીઓ/જવાનોને વોટસએપ

કોલ/મેસેજ,વોઈસ મેસેજ મોકલવામાં આવતાં હતાં. તે નંબરનું સીમકાર્ડ મુસ્તકીમ અબ્દુલ રઝાક તેતરાએ પોતાના

નામનું ખરીદી અબ્દુલ વહાબ શેરમહમંદ પઠાણને આપેલું હતું. અબ્દુલ વહાબ શેરમહમંદ આ પ્રકારે સીમકાર્ડ મેળવી આ સીમકાર્ડને એક્ટીવેટ કરાવી, આ સીમકાર્ડના નંબર પાકિસ્તાન હાઇકમિશન, ન્યુ દિલ્હી

ખાતેના પાકિસ્તાન ઇન્ટેલીજન્સ ઓફિસર શફાકત જતોઇને પહોંચાડતો હતો.આ ઉપરાંત તે પોતાના પરિચિતો પાસેથી અલગ અલગ કારણ આપી એકટીવેટેડ સીમકાર્ડ મેળવતો અને તે નંબર પાકિસ્તાન

ઇન્ટેલીજન્સ ઓફિસર શફાકત જતોઇને વોટસએપના માધ્યમથી મોકલી આપતો હતો.

આ સીમકાર્ડના નંબરથી પાકિસ્તાન ઇન્ટેલીજન્સ ઓફિસર શફાકત જતોઇ વોટસએપ એપ્લીકેશન ડાઉનલોડ કરતો, જેને એકટીવેટ કરવા અબ્દુલ વહાબ પોતાની પાસે રહેલ સીમકાર્ડ પર આવેલ વોટસએપ

માટેનો ઓટીપી મોકલી આપતો. જેની મદદથી શફાકત જતોઇ વોટસએપ એકટીવેટ કરી લેતો.એકટીવેટ થયેલ વોટસએપ દ્વારા પાકિસ્તાન સ્થિત ઇન્ટેલીજન્સ એજન્સી આઈએસઆઈના ઓપરેટીવ્સ ભારત

દેશના સુરક્ષાદળોની અત્યંત ગોપનીય અને સુરક્ષાની દૃષ્ટિએ અતિસંવેદનશીલ, મહત્વની આંતરિક વ્યવસ્થા અંગેની માહિતી એકત્રિત કરી, ભારત દેશ વિરુદ્ઘ ગંભીર પરિણામ લાવી શકે તેવા ગુનાહિત કાવતરાને

અંજામ આપવાનું આયોજન કરતા હોવાની વિગતો જાણવા મળી હતી.

પાકિસ્તાન સ્થિત ઈન્ટેલીજન્સ એજન્સીઓના ઓપરેટીવ્સ ભારતીય ટેલીકોમ કંપનીના સીમકાર્ડથી એકટીવેટ કરાવેલ વોટસઅપ એપ્લીકેશનના માધ્યમથી કોલ તથા મેસેજ કરી,એવો આભાસ કરાવતાં કે સલંગ્ન

કોલ કોઈ ભારતીય દ્વારા કરવામાં આવી રહેલ છે. અબ્દુલ વહાબ પઠાણ દ્વારા પાકિસ્તાનની મુલાકાત લેતાં લોકોને પણ પાકિસ્તાની ઇન્ટેલીજન્સ એજન્સીના અધિકારીઓને મળવા માટે પ્રેરિત કરતો હતો.

પાકિસ્તાન ઇન્ટેલીજન્સના ઓપરેટીવ શફાકત જતોઇ દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઇકમિશનથી પરત પાકિસ્તાન ગયા બાદ અબ્દુલ વહાબ પઠાણ સતત તેના સંપર્કમાં રહેલ અને શફાકત જતોઇના દોરી સંચાર

મુજબ સીમકાર્ડ મેળવી તેના નંબર અને વોટસએપ ઓટીપી મોકલતો હતો

આ ઓટીપીના માધ્યમથી પાકિસ્તાન ઇન્ટેલીજન્સના ઓપરેટીવ શફાકત જતોઇ તથા અન્ય ઓપરેટીવ્સના દોરી સંચાર મુજબ અબ્દુલ વહાબ શેરમહમંદ પઠાણએ ભારત વિરોધી ગુનાહિત કાવતરાના ભાગરૃપે

ભારત વિરુધ્ધની લડાઇની યોજનાનું અસ્તિત્વ છુપાવી, પાકિસ્તાન ઇન્ટેલીજન્સ ઓપરેટીવ્સને સીમકાર્ડ તથા સીમકાર્ડના નંબર તથા વોટસએપ ઓટીપી નંબર પહોંચાડી, એવી લડાઇ કરવામાં સરળતા કરી

આપી, પાકિસ્તાન ઇન્ટેલીજન્સ એજન્સીના ભારત વિરુદ્ઘના નેટવર્કને ફેલાવવાની ગોઠવણનું કાવતરૃ રચ્યું હતું. આરોપી અબ્દુલ વહાબ શેરમહમંદ પઠાણ અને પાકિસ્તાન ઇન્ટેલીજન્સ એજન્સીના ઓપરેટીવ

શફાકત જતોઇ તથા આ ગુનાહિત કાવતરામાં સામેલ અન્ય વ્યક્તિઓ વિરુધ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

(7:33 pm IST)