Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયાના કાર્યની કદર, ૮ માસનું એક્સટેન્શન

૧૯૮૫ બેચના આ સિનિયર આઇપીએસ સ્વચ્છ છબી સાથે કાબિલ અને દેશમાં આતંકવાદ નેટવર્કનાં મૂળ સુધી પોહચનાર અધિકારી તરીકે યશસ્વી સુધી મેળવી છે

રાજકોટ તા.30: ૧૯૮૫ બેચના રાજ્યના મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયા કે જેઓ ચાલુ માસના અંતે નિવૃત્ત થતા હતા તેઓને ૮ માસનું એક્સટેન્શન આપવાની રાજ્ય સરકારની દરખાસ્ત કેન્દ્ર દ્વારા સ્વીકાર કરવામાં આવતા પોલીસ તંત્રમાં તથા આશિષ ભાટિયાના શુભેચ્છકોમા હર્ષની લાગણી જન્મી છે. 

1985 બેચના આ સિનિયર આઇપીએસ રાજ્ય પોલીસ તંત્રના ગૌરવરૂપ અને સ્વચ્છ છબી ધરાવતા નીર વિવાદી અફસર તરીકે જાણીતા છે. સીઆઈડી ક્રાઇમ કાર્યકાળ દરમિયાન બીટ કોઈન મામલે મૂળ સુધી પોહચી તેમાં પોલીસ અધિકારીઓની સંડોવણી જણાતા તેઓ સામે હિંમતપૂર્વક પગલાંઓ લેવડાવ્યા હતા. ડ્રગ્ષ નેટ વર્ક તથા ગુજરાતમાં દારૂ આવતો અટકાવવા તેમની રાહબરી હેઠળના સ્ટેટ મોનીટરીંગ સેલના એસપી નિર્લિપ્ત રાય ટીમ દ્વારા કાબિલે દાદ કામગીરી દ્વારા જડબેસલાક બ્રેક લગાડવામાં સફળતા મળી છે. 

અમદાવાદના સિરિયલ બ્લાસ્ટ ના મૂળ તથા આતંકવાદી નેટ વર્ક સુધી પોહચવા તેમના માર્ગ દર્શન હેઠળ આઇજી અભય સિહ ચુડાસમા, રાજેન્દ્ર અસારી, હિમાંશુ શુકલા, એચ.આર .મુલિયાણા વિગેરે ટીમ દ્વારા કાબિલે દાદ કામગીરી થયેલ. 

 

(11:44 am IST)