Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

આપ નેતા ઇસુદાન ગઢવીએ કહ્યું હતું કે પેપર ફૂટતા નથી પરંતું ઉમેદવારોની કિસ્મત ફૂટે છે.

રાજકોટમાં PGVCLની પરીક્ષાનું પેપર ફૂટ્યુ હોવાનો આક્ષેપ : આપ નેતાના પ્રહાર : કહ્યું - ભાજપનાં શાસનમાં પેપર ફૂટવા મામલે કોઈ મંત્રી કે અધિકારી જેલ ગયું નથી

 અમદાવાદ :રાજકોટ ખાતે પીજીવીસીએલની જુનિયર આસિસ્ટન્ટની પરીક્ષામાં 20 પેપરના સીલ ખુલ્લા જોવા મળતા પેપર ફુટયાનો આરોપ લાગ્યો છે. આપના નેતા ઇસુદાન ગઢવીએ આ મામલે પ્રતિક્રિયા આપી હતી. ઇસુદાન ગઢવીએ કહ્યું હતું કે પેપર ફૂટતા નથી પરંતું ઉમેદવારોની કિસ્મત ફૂટે છે. ભાજપનાં શાસનમાં પેપર ફૂટવા મામલે કોઈ મંત્રી કે અધિકારી જેલ ગયું નથી

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સરકારી પરીક્ષાની ભરતીમાં પેપર ફૂટ્યાનો સિલસિલો યથાવત છે. ત્યારે રાજકોટમાં PGVCL ની પરીક્ષાનું પેપર ફૂટ્યુ હોવાનો આક્ષેપ ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યો છે

ઉમેદવારોનું કહેવું છેકે, પેપર જ્યારે હાથમાં આવ્યું ત્યારે પેપરનું સિલ તૂટેલું હતું. જેથી ઉમેદવારોએ હોબાળો મચાવ્યો. બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કન્વેક્શન હોલના બ્લોક નંબર 5 અને 6માં પણ 8 થી 9 પેપરના સીલ તૂટેલા જોવા મળ્યા.

(7:32 pm IST)