Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

પંકજ ભટ્ટને શ્રેષ્ઠ સંગીતકાર તરીકે 'દાદા ફાળકે એવોર્ડ'

ફિલ્મોરા મીડિયા નેટવર્ક દ્વારા મુંબઇમાં યોજાયો રંગારંગ સમારોહ : વિજયભાઇ રૂપાણીએ પંકજ ભટ્ટની સિધ્ધીઓને બિરદાવી

રાજકોટ તા. ૨૯ : ફિલ્મોરા મીડિયા નેટવર્ક દ્વારા 'મીસ એન્ડ મીસીસ કવીન ઓફ ઇન્ડીયા'ના વિજેતાઓને 'દાદા સાહેબ ફાળકે ઇન્ડીયન ટેલીવીઝન એવોર્ડ ૨૦૨૧' સમારોહ ઓર્ચીડ હોટલ, વીલે પાર્લેલ મુંબઇ ખાતે યોજાયો હતો. અધ્યક્ષતમાં યોજાયેલ આ ઇન્ડયાઝ બીગેસ્ટ એવોર્ડ  શો દરમિયાન શ્રેષ્ઠ ડીઝાઇનર, ફોટોગ્રાફર, મોડેલ્સ, મેક અપ આર્ટીસ્ટ એમ વિવિધ કેટેગરીમાં મીસ એન્ડ મીસીસ કવીન ઓફ ઇન્ડીયા એવોર્ડસ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતી સંગીતના ધરોહર સમાન પંકજ ભટ્ટની  પણ ગુજરાતી ફિલ્મ અને લોકસંગીત ક્ષેત્રે વર્ષેટાઇલ કામગીરી બદલ  'દાદા સાહેબ ફાળકે' એવોર્ડ માટે પસંદગી ઉતારવામાં આવી હતી. આ એવોર્ડ મળ્યાની ખુશીમાં પંકજભાઇએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની શુભેચ્છા મુલાકાત લેતા તેઓએ પણ તેમની આ સિધ્ધને બીરદાવી ગુજરાતી સંગીતને દેશ વિદેશમાં પહોંચાડવા બદલ  અભિનંદન આપ્યા હતા. આ તકે દાદા ફાળકે એકેડેમીના સેક્રેટરી રાજુ ટાંક પણ સાથે ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ આગામી વર્ષે આ સમારોહ ગુજરાતમાં આયોજીત કરવાની ઇચ્છા વ્યકત કરી હતી.  ઉલ્લેખનીય છે કે પંકજ ભટ્ટને આ પહેલા ૨૦૧૮ માં પણ શ્રેષ્ઠ સંગીતકાર તરીકે ફાળકે એવોર્ડ દાદા સાહેબ ફાળકેના પૌત્ર ચંદ્રશેખરજીના હસ્તે એનાયત થયો હતો. ગુજરાતી અને હિન્દી જગતમાં ૧૭૦ થી વધુ ફિલ્મોમાં શ્રેષ્ઠ સંગીત આપનાર પંકજભાઇ હાલ ગુજરાત રાજય સંગીત નાટય એકેડમીમાં અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે.  તાજેતરમાં એટલે કે ગત તા. ૧૧ મીએ ક્રિષ્ના ચૌહાણ ફાઉન્ડેશન દ્વારા દાદા ફાળકે એવોર્ડ સમારોહ મેયર્સ હોલ, અંધેરી મુંબઇ ખાતે યોજવામાં આવેલ તેમાં મ્યુઝીક ડાયરેકટર પંકજ ભટ્ટને સન્માનીત કરવામાં આવ્યા હતા. ત્યારે ફરી ફિલ્મોરા મીડિયા નેટવર્ક દ્વારા પણ તેઓનું સન્માન થતા આ ઝળહળતી સિધ્ધી બદલ મ્યુઝીક ડાયરેકટર તરીકે પંકજભાઇ ભટ્ટ (મો.૯૪૨૬૬ ૧૯૩૮૩) ને ઠેરઠેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે.

(3:33 pm IST)