Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

ગુજરાતના ગામડાઓના સર્વાગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા વતન પ્રેમી યોજના જાહેર

પોતાની માતૃભૂમિનું ઋણ ચૂકવવા ઇચ્છતા દાતા ઓ પોતાના વતન માટે પ્રાથમિક પાયાની સુવિધાઓ માટે 60 ટકા અનુદાન આપીને કરાવી શકશે : 40 ટકા રકમ સરકાર ભોગવશે : "વતન પ્રેમ યોજના " હેઠળ ગ્રામ્ય કક્ષાએ વિકાસ માટે શાળામાં સ્માર્ટ કલાસ, કોમ્યુનિટી હોલ, અંગળવાળી-મધ્યાન ભોજન ના રસોડા સ્ટોર રૂમ, પુસ્તકાલય, વ્યાયામ શાખાનું મકાન, સીસીટીવી કેમેરા સર્વેલન્સ સિસ્ટમ સ્મશાન ગૃહ, તળાવ બ્યુટીફિકેસન, એસ.ટી.સ્ટેશન આધુનિકરણ માં સહભાગી બનાવા ખર્ચના 60 ટકા રકમ ચૂકવી યોજનામાં જોડાઈ શકાશે : રાજ્ય સરકાર દ્વારા વતન પ્રેમી યોજનાને સાકાર કરવા સોસાયટીની રચના કરી ગવર્નીગ બોડી અને કારોબારી સમિતિના સભ્યોની નિમણુંક કરાઈ

ગાંધીનગર : રાજ્ય સરકાર ના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ દ્વારા ગુજરાતના ગામડાના સર્વાગી વિકાસ માટે તેમજ ગ્રામજનોની પ્રાથમિક સુવિધાઓ ઝડપથી પુરી પાડી તેમજ આધુનિક સુવિધાઓ પ્રદાન કરવા "વતન પ્રેમ યોજના" જાહેર કરેલ છે.

આ વતન પ્રેમ યોજના હેઠળ દાતાઓ પોતાના વતનમાં કોઈ પણ સુવિધા ઉભી કરવામાં કુલ ખર્ચના 60 ટકા રકમ અનુદાન તરીકે આપશે તો 40 ટકા રકમ સરકાર ચુકવાશે. સરકારની આ વતન પ્રેમ યોજનાની અમલ કરવાથી ગ્રામ્ય કક્ષાએ રાજ્ય કક્ષાએ જે વિકાસ કાર્ય થઈ રહ્યા છે. તેમાં 60 ટાકા રકમ દાતાઓના અનુદાન મળવાથી ગામડાના લોકોને પણ શહેર જેવીજ સુવિધાઓ મળશે

ગુજરાતના ગામડાઓના સર્વાંગી વિકારા કાર્યો અને ઉત્તમ જનસુવિધાઓ માટે વતન પ્રેમ અને વતન સેવા સુધી લઈ જવા વતન પ્રેમીઓને જન્મભૂમિ, માતૃભૂમિનું રૂણ ચૂકવવાની ઉત્તમ તક આપવા જન હિત વિકાસ કાર્યોમાં જન ભાગીદારીનું સૌથી મોટા અભિયાન તરીકે યોજના રાજ્ય સરકારશ્રી દ્વારા દાખલ કરવામાં આવેલ છે. જે દ્વારા સરકાર, દાતાઓ તેમજ ગામના લોકો વચ્ચે જન કલ્યાણ-વિકાસકીય ત્રિવેણી સંગમ થકી ગામમાં સુવિધાઓ વધવાથી ગામની જીવંતતા વધારવાની કલ્યાણકારી ભાવના સાથેની યોજના અમલમાં મુકવામાં આવેલ છે.

આ વેતન પ્રેમ યોજના હેઠળ પ્રાથમિક કામોનો સમાવેશ કરી તેને અગ્રતા અપવા નક્કિ કરાયું છે. જેમાં શાળાના ઓરડા અથવા સ્માર્ટ ક્લાસ, કોમ્યુનિટી હોલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (આરોગ્ય વિભાગ દ્વારા રોટ અપ મંજૂર થયેલ હોવું જોઈએ.) પેટા આરોગ્ય કેન્દ્રનું મકાન, આંગણવાડી - મધ્યાહન ભોજનનું રસોડુ- સ્ટોરરૂમ, પુસ્તકાલય, રમત ગમત માટે વ્યાયામ શાળાનું મકાન અને સાધનો, સી.સી.ટી.વી. કેમેરા સર્વેલન્સ સિસ્ટમ, સ્મશાનગૃહ, વોટર રીસાયકલીંગની વ્યવસ્થા તથા ગટર/STP ઈત્યાદી, તળાવ બ્યુટીફીકેશન, એરા.ટી.સ્ટેન્ડ, રોલર એનર્જી સ્ટ્રીટલાઇટ અને પાણીના ટ્યુબવેલ-કુવાની-પાણીની ટાંકીની મોટર ચલાવવા નો સમાવેશ થાય છે.

ઉપરોકત કામો ના નિયત ખર્ચ પૈકી દાતા/દાતાઓ પોતાના ગામમાં ૬૦ ટકા કે તેથી વધુ રકમનું દાન આપીને કામ કરાવી શકશે દાતાના રકમની સામે ખૂટતી ૪૦ ટકા રકમનું રાજ્ય સરકાર અનુદાન કરશે.

આ યોજનાના અસરકારક અમલીકરણ માટે વતન પ્રેમ યોજના સોસાયટીની રચના કરાવાની રહેશે. આ સોસાયટી અંતર્ગત ગવનીંગ બોડી અને કારોબારી સમિતિ રહેશે અને આ ગવર્નિંગ બોડી અને કારોબારી સમિતિના સભ્યો ની નીમણુંક સરકારે કરેલ છે.

વતન પ્રેમ યોજના સોસાયટી અંતર્ગત રાજ્યકક્ષાએ ESCROW બેંક એકાઉન્ટ તથા જિલ્લા કક્ષાએ વતન પ્રેમ યોજના સોસાયટી હેઠળ અલગથી બેંક એકાઉન્ટ ખોલાવવાનુ રહેશે.

દાતાશ્રી દ્વારા જે તે કામને લગતી દાનની રકમ આ યોજના હેઠળ ખોલાવવવામાં આવેલ ESCROW એકાઉન્ટમાં જમા કરાવવાની રહેશે. દાનની રકમ જમા કરાવ્યાના ૩૦ (ત્રીસ) દિવસમાં જે તે કામની તાંત્રિક અને વહીવટી મંજૂરીની કાર્યવાહી રાંબંધિત તાલુકા વિકાસ અધિકારીશ્રીએ પુર્ણ કરાવવાની રહેશે. કામની પ્રગતિ મુજબ તાલુકા વિકાસ અધિકારીશ્રીએ થયેલ કામગીરીનો અહેવાલ જિલ્લા વિકાસ અધિકારીશ્રીને સુપ્રત કરવાનો રહેશે.

આ યોજનાના કામો કરવા માટે વતન પ્રેમ રોસાયટીદ્વારા Project Management Unit (PMU) ની રચના કરવાની રહેશે.

PMU  દ્વારા આ યોજનાના અસરકારક અમલીકરણ માટે વેબ પોર્ટલ અને મોબાઈલ એપ તૈયાર કરવાની રહેશે. આ પોર્ટલ દ્વારા દાતાઓના દાનની રકમ તથા સરકારની અનુદાનની રકમ યોજના માટે ખોલાવેલ અલગ એકાઉન્ટમાં જમા થશે. આ રકમ જમા થયા પછી જે તે કામ પાછળ ખર્ચ કરી શકાશે. કોઈ પણ શિડ્યુલ બેન્કની મદદથી પોર્ટલ ખુલશે, પોર્ટલ ઉપર કામોની વિગત, કામની ટાઈપ ડિઝાઈન, કામના અંદાજ દર્શાવવાના રહેશે. જેથી દાતાને દાન આપવા માટે તમામ માહિતી મળી શકે અને સુવિધા રહે. સંબંધિત ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતને આવશ્યકતા અનુસાર LOGIN અને PASSWORD જનરેટ કરવામાં આવશે.

યોજનામાં દાતા ઈચ્છે તો પોતે અથવા પોતાની પસંદગીની એજન્સી દ્વારા કામ કરાવે તો તે મુજબ કામ કરાવી શકશે અને આ પ્રમાણે દાતાની પસંદગીની એજન્સી દ્વારા કામના નકશા, અંદાજ/PDR પ્રમાણે તાલુકા પંચાયત કક્ષાએ સક્ષમ તાંત્રિક અધિકારી પારો મંજૂર કરાવવાના રહેશે અને તે પ્રમાણે કામ પુર્ણ થયેથી એજન્સીને નિયમોનુસાર ચુકવણું કરવાનું રહેશે. જે કિરસામાં દાતા પોતાની પરાંદગીની એજન્સી દ્વારા કામ કરાવવા માંગતા ન હોય અથવા દાન આપતી વખતે એજન્રીની પસંદગી ન કરે તો તેવા કિસ્સામાં આ કામો તાલુકા/જિલ્લા પંચાયત કક્ષાએથી કરવાના રહેશે,

આ યોજના હેઠળ પુર્ણ થતા કામોમાં દાતા સૂચવે તે નામાભિધાન અથવા નામની તકતી સરકારે નક્કી કરેલ એક સમાન ડિઝાઇન પ્રમાણે રાખવાની રહેશે.

(9:54 pm IST)