Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

વાહ વાહ રામજી જોડી કયા બનાયી, મિત ઔર પ્રિયા કો બધાઇ હો બધાઇ, સબ રસમો સે બડી હૈ જગમેં દિલ સે દિલ કી સગાઇ

એડવોકેટ મિત ધીરજભાઇ કાકડિયાના લગ્ન બન્યા યાદગાર : રાજ્યપાલ સહિતના મહાનુભાવોની હાજરી

અકિલા પરિવારના મોભી કિરીટભાઇ ગણાત્રાની અસીમ શુભેચ્છા : ૯ કલેકટરો સહિત વીસેક આઇ.એ.એસ. - આઇ.પી.એસ. અધિકારીઓની હાજરીઃ લગ્નોત્સવની શરણાઇઓ સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના નંદ સંતોએ રચેલા કિર્તનથી સોનામાં સુગંધ ભળી

રાજકોટ :ગુજરાતના હાઇકોર્ટના એડવોકેટ મિત કાકડિયાના લગ્ન રાજકોટ શહેરમાં રંગેચંગે સંપન્ન થયા હતા.રાજયપાલ આચાર્ય દેવવ્રતની ખાસ ઉપસ્થિતને કારણે કાકડીયા પરિવારના આનંદમાં ઉમેરો થયો હતો.ગુજરાત રાજયના રાજયપાલ ખાસ વિમાનમા પરિવારજનો સાથે ઉપસ્થિત રહીને નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા.૨૧ નવેમ્બરના રોજ કણકોટ રોડ પર આવેલ કાર્નિવલ પાર્ટી પ્લોટમા સ્ત્ભ્ અને સ્સ્ત્ભ્ મહેમાનોનો જમાવડો જોવા મળ્યો હતો.યુવા એડવોકેટ મિત કાકડિયાને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે પણ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. રાજયના નાણા અગ્રસચિવ જે.પી.ગુપ્તા વરરાજા મિતના પિતા વરિષ્ઠ અધિકારી ડો.ધીરજ કાકડિયાની મિત્રતા નિભાવવા ૩ કલાક સુધી લગ્ન સમારંભમાં હાજર રહ્યા હતા અને રાજયપાલ સાથે ભોજન પણ લીધું હતું. રાજયના મધ્યાહન ભોજન કમિશનર સતિષ પટેલે કન્યાની વિદાય સુધી હાજર રહીને પારિવારિક સબંધ જાળવ્યો હતો. મિત કાકડિયાના લગ્ન સમારંભમાં ૯ જિલ્લાના કલેકટરો, ૬ કમિશનરો, ૪ સચિવો તેમજ સંખ્યાબંધ પોલીસ અધિકારીઓએ હાજર રહી લગ્ન સમારંભને વધુ દિપાવ્યો હતો. ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલે પણ મોંઘેરી હાજરી આપી હતી.

ચિ. મિત સંગ ચિ. પ્રિયાના લગ્ન સમારંભમાં અનેક સ્સ્ત્ભ્ની હાજરી હોવા છતાં ખુબજ સાદગીપૂર્ણ ભકિતમય માહોલમાં લગ્ન સમારંભ સંપન્ન થયો હતો. એડ્વોકેટ મિત કાકડિયા તેમજ  ચિ.પ્રિયા વૈષ્ણવ બંન્ને સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ હોવાથી લગ્ન સમારંભમાં બોલિવૂડ ગીતો, ફટાણાને બદલે સંતોના રચેલા ભજન - કીર્તન રાખવામાં આવ્યા હતા. આચાર્ય દેવવ્રતજી આવું વાતાવરણ જોઇને ખુશ થયા હતા. રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જિલ્લા કલેકટર અરૃણ મહેશ બાબુ તેમજ એસપી બલરામ મીણા ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ વગેરેએ ખાસ ઉપસ્થિત રહી નવદંપતિને આશીર્વાદ પાઠવ્યા હતા.

અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા અને ડો. ધીરજ કાકડિયા પરિવાર વચ્ચે વર્ષોથી સ્નેહનો નાતો છે. શ્રી કિરીટભાઇએ લગ્નના પૂર્વ દિને પારીવારિક પરંપરાગત વિધિ પ્રસંગે ઉપસ્થિત રહી નવયુગલને આશીર્વાદ આપેલ. અકિલા પરિવારના ડો. અનિલ દશાણીએ પણ સાથે ઉપસ્થિત રહી શુભકામના પાઠવેલ હતી.(

(11:57 am IST)