Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

સાગબારા રોડ પર પુરપાટ આવતો આઇસર ટેમ્પો ઝાડ સાથે ભટકાતા 1.50 લાખનું નુકશાન

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા રોડ ઉપર એક પુરપાટ આવતા ટેમ્પોના ચાલકે ટેમ્પો એક ઝાડ સાથે અથાડી નુકશાન કરતા સાગબારા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
મળતી માહિતી અનુસાર એક આઇશર ટેમ્પો નંબર MH-40-Y- 8264 ના ચાલક નિતેશભાઇ યાદવરાવ શ્રીરામે (રહે.નાગપુર) એ પોતાનો આઇશર ટેમ્પો પૂર ઝડપે હંકારી લાવી સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કોડબા ગામથી સાગબારા તરફ આવતા રોડની સાઇડમાં આવેલ ઝાડ સાથે ટેમ્પાની ખાલી સાઇડે અથાડી એક્સીડન્ટ કરી ટેમ્પાને આશરે ૧,૫૦,૦૦૦ જેટલાનુ નુકશાન પહોંચાડી ગુનો કરતા સાગબારા પોલીસે ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(11:06 am IST)