Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

પવિત્ર કાર્તિકમાં મેમનગર ગુરુકુલમાં ફલકૂટોત્સવ ૧૫૦૦ કિલો દાડમ ઠાકોરજીને ધરાવાયા.

તમામ દાડમ ગરીબોને વહેંચવામાં આવ્યા

અમદાવાદ ; પવિત્ર કાર્તિક માસમાં, મેમનગર શ્રી સ્વામિનારાયમણ ગુરુકુલ ખાતે, શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની આગેવાની નીચે, ૧૫૦૦ કિલો દાડમ શ્રી ઘનશ્યામ મહારાજને ધરાવવામાં આવ્યા હતા. પુરાણી હરિસ્વરુપદાસજી સ્વામીએ આરતિ ઉતારી દર્શન ખુલ્લા મૂક્યા હતા. તમામ દાડમ પ્રસાદ તરીકે ગરીબોને વહેંચવામા આવ્યા હતાં.

દાડમ ફલકૂટના યજમાન તરીકે એસજીવીપી ગુરુકુલના પૂર્વ વિદ્યાર્થી વર્ષિત પીપરોત્તરના વાલી રજનીકાંત કાનાભાઇ (ધ્રાંગધ્રા) રહેલ છે.

દાડમ પ્રસાદની વિતરણ વ્યવસ્થા કોઠારી શ્રી મુક્તસ્વરુદાસજી સ્વામી, ભંડારી અક્ષરસ્વરૂપદાસજી સ્વામી અને સૂર્યકાંતભાઇ પટેલ સંભાળેલ.

   

 

(12:08 pm IST)