Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

વડોદરાના ન્યુ.વી.આઈ.પી. રોડ નજીક ભુમીપુજન દરમ્યાન ઝઘડો થતા મારામારીમાં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા પોલીસ ફરિયાદ

વડોદરા : ન્યૂ વી.આઇ.પી.રોડ પર જોગણી માતાના મંદિરના ભૂમિપૂજન દરમિયાન ઝઘડો થતા પિતા  પુત્રએ હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.જે અંગે બાપોદ પોલીસે  ગુનો દાખલ કરી વધુ તપાસ  હાથ ધરી છે.

ન્યૂ વી.આઇ.પી.રોડ ખોડિયારનગર પાસે દશામાંના મંદિરની સામે રાજુભાઇ ભરવાડના મકાનમાં રહેતા વકીલ હીરાલાલ કેશવલાલ વાઘેલાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે  કે,મારૃં ઘર વ્હાઇટ વુડાના મકાનમાં છે.ત્યાં ગઇકાલે જોગણી માતાનું મંદિર બનાવવા માટે ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખ્યો હતો. હું  મારા પુત્ર બકુલચંદ્ર,ભાઇ વિષ્ણુ તથા ભત્રીજા મહેન્દ્ર અને ધનેશ્વર સાથે બપોરે સાડા ત્રણ વાગ્યે ગયો હતો.ભૂમિપૂજન કરતા હતા ત્યારે સાંજે ચાર વાગ્યે રમેશ કેશવલાલ તથા તેનો દીકરો જગદીશ વસાવા,બિરજૂ વસાવા તથા રમેશના જમાઇ રણજીત આવ્યા હતા.તેઓએ અમને ગાળો બોલી કહ્યું હતું કે,તું અહીંયા કેમ આવ્યો છે?મેં તેઓને ગાળો બોલવાની ના પાડતા તેઓએ ઉશ્કેરાઇનેે અમારી સાથે ઝઘડો કર્યો હતો.તેઓએ મને તથા મારા  દીકરાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

(5:40 pm IST)