Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

વડોદરાના આજવા રોડ વિસ્તારમાં ધો-7ના વિદ્યાર્થીએ રહસ્યમય સંજોગોમા આપઘાત કરતા અરેરાટી મચી જવા પામી

વડોદરા : આજવારોડ પર રહેતા અને  ધો.૭ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લીધો છે.બાપોદ પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,આજવારોડ પર રહેતા અને પ્લમ્બિંગનું કામ કરતા યુવાન અને તેના  પરિવાર સાથે રાજસ્થાન ગયો હતો.અને ત્રણ દિવસ  પહેલા જ તેઓ વડોદરા પરત આવ્યા  હતા.ગઇકાલે પિતા કામ પર ગયા હતા.અને ઘરે ભાઇ બહેન એકલા હતા.તે દરમિયાન ૧૨ વર્ષના ભાઇએ બીજી રૃમમા ંજઇને દરવાજો અંદરથી બંધ કરીને આપઘાત કરી લીધો હતો.સાંજે બહેને દરવાજો ખખડાવતા તેણે દરવાજો ખોલ્યો નહતો.જેથી,પાડોશીને બોલાવી બહેને દરવાજો ખોલાવતા ભાઇ લટકતો હતો.આ અંગે બાપોદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર જઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે અન્ય એક બનાવમાં વાઘોડિયારોડ પર રહેતા ૩૦ વર્ષના શૈલેષ માછીએ ગઇકાલે પોતાના ઘરે પંખા પર લટકીને આપઘાત કરી લીધો હતો.જે અંગે પાણીગેટ પોલીસે  કાયદેસરની કાર્યવાહી  હાથ ધરી છે.

(5:40 pm IST)