Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

ઓક્ટોબરમાં યુરોપમાં ફુગાવો વધીને 10.7ટકાએ પહોંચ્યો હોવાની માહિતી

નવી દિલ્હી: યુરો ચલણનો ઉપયોગ કરનારા ૧૯ યુરોપિયન દેશોમાં ફુગાવો ઓક્ટોબરમાં વિક્રમજનક ૧૦.૭ ટકાએ પહોંચી ગયો છે. કુદરતી ગેસ અને વીજળીના આકાશને આંબતા ભાવોએ અર્થતંત્રની ઝડપ પણ ધીમી કરી દીધી છે.યુક્રેનમાં રશિયાના હુમલાના કારણે કુદરતી ગેસ અને વીજળીના ભાવ સતત વધી રહ્યાં છે. સતત વધી રહેલા ફુગાવાને કારણે મંદીનું જોખમ તોળાઇ રહ્યું છે.યુરોપિયન યુનિયનની સ્ટેટિસ્ટિક્સ એજન્સી યુરોસ્ટેટના જણાવ્યા અનુસાર ઓક્ટોબરમાં ફુગાવો ૧૦.૭ ટકા નોંધવામાં આવ્યો છે. જે સપ્ટેમ્બરમાં ૯.૯ ટકા હતો. ઓક્ટોબરમાં નોંધાયેલ ફુગાવાનો આ દર ૧૯૯૭માં શરૃ થયેલી ગણતરી પછીનો સૌૈથી વધુ છે.
ઉલ્લેખનીય છે કે યુરોપના ૨૮માંથી ૧૯ દેશોમાં યુરોનો ઉપયોગ કરવામાં આવે છે. જે યુરોઝોન તરીકે ઓળખાય છે. યુરોસ્ટેટના જણાવ્યા અનુસાર ખાદ્ય ઉત્પાદનો, દારૃ અને તમાકુ ઉત્પાદનોના ભાવ ૧૩.૧ ટકા વધ્યા છે જ્યારે ઉર્જા સંશાધનોની કીંમતમાં ૪૧.૯ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

 

(5:58 pm IST)