Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

મેક્સિકોની ખાડીમાં મળેલ આ દુર્લભ જીવન કારણોસર વૈજ્ઞાનિકો પણ અચંબામાં મુકાયા

નવી દિલ્હી: પૃથ્વી પર ઘણા દુર્લભ જીવો જોવા મળે છે, જેના વિશે બહુ ઓછા લોકો પાસે માહિતી છે. હવે મેક્સિકોની ખાડીમાં એક ખૂબ જ દુર્લભ જીવ જોવા મળ્યો છે, જેને જોઈને વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. વૈજ્ઞાનિકોના મતે તે દરિયાઈ સ્ક્વિડ છે, પરંતુ આવો દરિયાઈ જીવ હજુ સુધી કોઈએ જોયો ન હતો. વૈજ્ઞાનિકોએ આ જીવને એલિયન સ્ક્વિડ નામ આપ્યું છે. આ દરિયાઈ સ્ક્વિડમાં ખૂબ જ સુંદર ફિન્સ છે અને તે એક પારદર્શક પ્રાણી છે. તેના અંગો અને મગજ પણ પારદર્શક છે. તેની સૂંઢ જોઈને ખબર પડે છે કે તેમાં હાડકા જેવા સાંધા છે. આ સામાન્ય રીતે સ્ક્વિડ્સમાં જોવા નથી મળતું . એલિયન સ્ક્વિડ્સ ઊંડા સમુદ્રના સેફાલોપોડ્સ સાથે સંબંધિત જીવ છેઆ દુર્લભ પ્રાણીને વૈજ્ઞાનિક રીતે બિગફિન સ્ક્વિડ અને મેગ્નાપિન્ના કહેવામાં આવે છે. યુએસ નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA)ની ફિશરીઝ નેશનલ સિસ્ટમેટિક્સ લેબોરેટરીના દરિયાઈ રોવર દ્વારા આ વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં આવા 20 જેટલા દુર્લભ જીવો જોવા મળ્યા છે.

મેક્સિકોની ખાડીમાં સમુદ્રનો નકશો બનાવતી વખતે વૈજ્ઞાનિકોએ આ જીવને જોયો હતો. જ્યારે ROV પશ્ચિમ ફ્લોરિડા નજીક ખાડીમાં હતું, ત્યારે તેણે આછા ગુલાબી રંગના પ્રાણીને આસપાસ તરતા જોયો અને તેનો વીડિયો ટેપ કરી લીધો. વૈજ્ઞાનિકોએ કહ્યું કે, એલિયન સ્ક્વિડ તેની આઠ સૂંઢ અને પારદર્શક ફિનની મદદથી તરતો જોવામાં આવ્યો. તેની પાંખો પતંગિયાની પાંખોની જેમ ફરતી હતી. તેના અંગો તેની ફિનની પાછળ પારદર્શક શેલમાં રહે છે, જેને આવરણ કહેવાય છે. પીળા, વાદળી અને ગુલાબી રંગના સ્ક્વિડ સંપૂર્ણપણે પારદર્શક છે. તે જોવામાં ખૂબ જ સુંદર છે.

 

(6:01 pm IST)