Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ મંગળ ગ્રહની સપાટી પર હૅલીકૉપટર ઉતાર્યું હોવાની માહિતી

નવી દિલ્હી: અમેરિકી અંતરીક્ષ એજન્સી નાસાએ મંગળ ગ્રહની સપાટી પર હેલિકોપ્ટર ઉતારી દીધું છે. હેલિકોપ્ટરને માર્સ પર્સિવરેન્સ રોવરના પેટ નીચે કવર કરીને લાલ ગ્રહ પર મોકલવામાં આવ્યું હતું. ઈંજીન્યૂટી નામનું હેલિકોપ્ટર કાંગારૂઓના બચ્ચાની જેમ રોવરના પેટમાં સંતાયુ હતું. થોડા દિવસો પહેલા ઈંજીન્યૂટીએ માર્સની હવાનો સ્વાદ ચાખ્યો હતો અને હવે તેણે તેની સપાટીનો પણ સ્પર્શ કરી લીધો છે. હેલિકોપ્ટર મંગળ ગ્રહની સપાટી પર અને ત્યાંના વાયુમંડળમાં રોટરક્રાફ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ થઈ શકે કે નહીં તે શોધશે. રોવરે હેલિકોપ્ટરને જમીનની સપાટી કરતા 4 ઈંચ ઉપર છોડ્યું હતું. હેલિકોપ્ટર સપાટી પર પડ્યું ત્યાર બાદ રોવર આગળ વધી ગયું હતું. 1.8 કિગ્રા વજનના હેલિકોપ્ટરને રોવરના પૈડા ઉપર પેટમાં સુરક્ષિત રાખવામાં આવ્યું હતું અને 21 માર્ચે તે કવર દૂર કરવામાં આવ્યું હતું. હેલિકોપ્ટરમાં સૌરઉર્જા વડે ચાર્જ થઈ શકે તેવી બેટરી છે અને તેની પાંખો પર સોલાર પેનલ લાગેલી છે. હેલિકોપ્ટર 11 એપ્રિલે પોતાની પહેલી ઉડાન ભરશે અને તેના ડેટા એક દવિસ પછી 12 એપ્રિલના રોજ ધરતીને મળશે. હેલિકોપ્ટર બનાવવા માટે નાસાએ 623 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે અને તેની પાંખો પ્રતિ મિનિટ 2,537 રાઉન્ડ લગાવે છે. હેલિકોપ્ટર એક સાથે 300 ફૂટની ઉડાન ભરવા સક્ષમ છે અને બાદમાં તેને લેન્ડ કરીને ફરી ચાર્જ કરવું પડશે.

(5:05 pm IST)