Gujarati News

Gujarati News

News of Thursday, 8th June 2023

એક-એક ડોલર માટે પાકિસ્તાન મારી રહ્યું છે વલખા:જાણીતી ન્યુયોર્કની હોટલ આપવી પડી ભારે

નવી દિલ્હી: પાકિસ્તાન પાઈ પાઈ માટે મહોતાજ છે.એક એક ડોલર માટે વલખા મારી રહેલા ભારતના આ પાડોશી દેશે હવે ન્યૂયોર્કમાં પોતાની ખ્યાતનામ રુઝવેલ્ટ હોટલ 3 વર્ષ માટે ભાડે આપી દીધી છે. પાકિસ્તાનને તેના કારણે 220 મિલિયન ડોલર જેવી રકમ મળશે.પાકિસ્તાનના ઉડ્ડયન મંત્રી ખ્વાજા સાદનુ કહેવુ છેકે, ન્યૂયોર્કના તંત્રને 3 વર્ષ માટે હોટલ લીઝ પર આપવામાં આવી છે.પાકિસ્તાન પાસે વિદેશમાં બે હોટલો છે.આ પૈકીની એક ન્યૂયોર્ક અને એક પેરિસમાં છે.આ બંને હોટલો શાનદાર લોકેશન પર સ્થિત છે અને તેમાં તમામ પ્રકારની અત્યાધુનિક સુવિધાઓ છે. ન્યૂયોર્કની જે રુઝવેલ્ટ હોટલને પાકિસ્તાને લીઝ પર આપેલી છે તેનો ઈતિહાસ 100 વર્ષ જૂનો છે.તેની ગણતરી ન્યૂયોર્કની મોટી અને ખ્યાતનામ હોટલોમાં થાય છે.પાકિસ્તાનને જોકે દેશ ચલાવવા માટે હોટલની કુરબાની આપવાની ફરજ પડી છે.એમ પણ હોટલ કોરોના સંકટ વખતે નુકસાનના ખાડામાં ઉતરી ગઈ હતી. એવુ પણ કહેવાતુ હતુ કે પાકિસ્તાને હોટલ વેચી દેવાનો નિર્ણય કર્યો છે.જોકે હવે પાકિસ્તાને સ્પષ્ટતા કરી છે કે, આ હોટલ લીઝ પર આપી છે.

 

(5:57 pm IST)