Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

યુદ્ધમાં જતા પહેલા યુક્રેનના સૈનિકો આ રીતે પોતાના વંશને વધારે છે આગળ

નવી દિલ્હી: રશિયા-યુક્રેન યુદ્ધને એક વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યું છે. દરમિયાન, યુક્રેન સરકારે યુદ્વમાં જનારા સૈનિકોના સ્પર્મને ફ્રિઝ કરવાની કવાયત શરૂ કરી છે. જેના માટે તેઓને પ્રોત્સાહિત કરાઇ રહ્યા છે જેથી કરીને યુદ્ધ બાદ સૈનિક ઇજાગ્રસ્ત થાય અથવા ઘરવાપસી ન થાય તો તેમનો વંશ આગળ વધતો રહે. યુક્રેની નાગરિક કિરકેચ એન્ટોનેન્કો કહે છે કે જે મહિલાઓ પાસે પોતાના મૃત પતિના સ્પર્મ હશે તેઓ તેનો ઉપયોગ 20 વર્ષ સુધી ગમે ત્યારે કરી શકે છે. પરિણામે આ કવાયતથી પ્રેરિત થઇને લગભગ 40% સૈનિકોએ પોતાના સ્પર્મ ફ્રિઝ કરાવવાનું શરૂ કર્યું છે. સૈનિકોની પત્નીઓ પણ સોશિયલ મીડિયા પર કેમ્પેઇન ચલાવી રહી છે. રશિયા-યુક્રેન યુદ્વની શરૂઆતમાં રશિયન હુમલાથી યુક્રેનની ફર્ટિલિટી ઇન્ડસ્ટ્રી સંપૂર્ણપણે ખતમ થઇ ચૂકી હતી. જેમાં ચીન, અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ઇટાલી અને સ્પેનથી લોકો સરોગેસી માટે આવતા હતા. આ રીતે દેશની સૌથી મોટી ફર્ટિલિટી ઇન્ડસ્ટ્રીને યુક્રેન ફરીથી પાટા પર લાવી રહ્યું છે.

(7:33 pm IST)