Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

ઓએમજી..... મેક્સિકોમાં પોલીસને તપાસ દરમ્યાન 18પ્લાસ્ટિકની ભેગા ભરીને માનવ અંગો મળી આવતા અરેરાટી

નવી દિલ્હી: મેક્સિકોમાં પોલીસને તપાસ દરમિયાન 18 પ્લાસ્ટિક બેગ ભરીને માનવ અંગો મળી આવ્યા છે. જેમાં ખોપરીથી લઇને દરેક પ્રકારના અંગોનો સમાવેશ થાય છે. આ ઘટના બાદ પોલીસે જે વિસ્તારમાંથી આ બેગો મળી આવી છે ત્યાં વધુ શોધખોળ શરૂ કરી દીધી છે. મોટા ભાગના અંગો સડી ગયેલી અવસૃથામાં છે, પોલીસને શંકા છે કે આ વિસ્તારમાં હત્યાઓ કરાયા બાદ તેના અંગોને કાપીને આ રીતે બેગમાં ભરીને છુપાવી દેવામાં આવ્યા હોઇ શકે છે.

        ગત વર્ષે નવેમ્બર મહિનામાં પોલીસને 113 મૃતદેહો મળી આવ્યા હતા, એલ સેલ્ટો નામના એક ટાઉનમાં એક વિશાળ ગ્રેવમાંથી આ મૃતદેહો મળી આવ્યા હતા. ગત વર્ષે અલગ અલગ મહિનાઓમાં આવી રીતે કુલ 189 મૃતદેહો આ વિસ્તારમાંથી મળી આવ્યા હતા. 2006માં મેક્સિકોમાં ડ્રગ્સ માફીયા ગેંગ વધુ સક્રિય છે, ત્યારથી લઇને અત્યાર સુધી કુલ 80,000 લોકો મેક્સિકોના ડ્રગ્સ વોરમાં માર્યા ગયા છે.

(5:53 pm IST)