Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

વધી રહેલ આતંકવાદનો શિકાર બની રહેલ ફ્રાન્સ હવે આતંકવાદને ખતમ કરવા કરી રહ્યું છે તૈયારી

નવી દિલ્હી:    વિતેલા વર્ષો દરમિયાન વધેલા આતંકવાદનો શિકાર બનેલા ફ્રાન્સે હવે આતંકવાદને દેશમાંથી ખતમ કરવાનો નિર્ણય લીધો છે. ફ્રાન્સ સરકાર આ માટે આતંકવાદ વિરોધી કાયદો બનાવવાની તૈયારી કરી રહી છે. જે હેઠળ મંગળવારે અહીંના સંસદમાં આતંકવાદ વિરોધ બિલ રજૂ કરવામાં આવશે, પરંતુ સંસદમાં રજૂ થાય એ પહેલા જ બિલ વિવાદોમાં ફસાઇ ગયું હતું. અહીંનો મુસ્લિમ સમુદાય બિલનો વિરોધ કરી રહ્યો છે તેમનુ માનવુ હતું કે કાયદો આવવાથી મુસ્લિમોની ધાર્મિક આઝાદી છીનવાઇ જશે અને દરેક મુસ્લિમને શંકાસ્પદ નજરનો સામનો કરવો પડશે. જોકે માનવામાં આવી રહ્યું છે આ વિવાદાસ્પદ બિલ ફ્રાન્સ સંસદના બંને સદનોમાં સરળતાથી પાસ થઇ જશે, જે પછી વિવાદાસ્પદ બિલ કાયદામાં ફેરવાઇ જશે.

ફ્રાન્સ સરકારના આ વિવાદાસ્પદ બિલનો વિરોધ વિશ્વના મુસ્લિમ દેશો પણ કરી ચૂક્યા છે. પરંતુ અનેક આતંકી હુમલાઓનો સામનો કરી ચૂકેલા ફ્રાન્સનું માનવુ છે કે દેશમાં રહેતા મૌલવીઓ વિદેશી મૌલવીઓના પ્રભાવમાં આવીને ધાર્મિક કટ્ટરતાને પ્રોત્સાહન આપી રહ્યા છે આથી તેઓને તાલીમ આપવી જરુરી છે.

(6:19 pm IST)