Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

હૈતીની રાજધાનીમાં થયેલ વિસ્ફોટમાં મ્રુતકઆંક વધીને 471એ પહોંચ્યો

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્રે (UN) સોમવારે જણાવ્યું હતું કે હૈતીની રાજધાની પોર્ટ ઓ પ્રિન્સમાં આ મહિને બે ગેંગ વચ્ચે થયેલી હિંસક ઝડપમાં કુલ 471 લોકો મૃત્યુ પામ્યા, ગુમ થયા અથવા ઈજાગ્રસ્ત થયા છે. સંયુક્ત રાષ્ટ્રે 8મી જુલાઈ થી 17મી જુલાઈ વચ્ચે સિટી સોલેઈલમાં થયેલી હિંસા મુદ્દે નિવેદન આપતા જણાવ્યું હતું કે મહિલાઓ અને છોકરીઓ સામે જાતીય હિંસાની ગંભીર ઘટનાઓ બની છે. એટલું જ નહિ છોકરાઓને પણ ગેંગમાં સામેલ કરવામાં આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્રે હિંસામાં કેટલા લોકો મૃત્યુ પામ્યા તેની ચોક્કસ સંખ્યા અંગે ચોખવટ કરી નથી. સંયુક્ત રાષ્ટ્રે નિવેદનમાં જણાવ્યું હતું કે હિંસાને લીધે આશરે 3 હજાર લોકો પોતાનું ઘર છોડીને ભાગી ગયા હતા અને 140 જેટલા ઘરોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રના માનવતાવાદી કોઓર્ડીનેટર - ઉલ્રીકા રિચાર્ડસને જણાવ્યું કે હૈતીમાં ગરીબી વધુ છે અને પાયાની સુવિધાઓ પણ મર્યાદિત હોવાથી માનવતાના ધારણે મદદની જરૂર છે. ગેંગ હવે હૈતીની રાજધાનીમાં આવેલા સ્લમ વિસ્તારો સુધી મર્યાદિત નથી પરતું હવે લોકોનું અપહરણ પણ કરે છે. માનવ અધિકાર સંસ્થા દ્વારા જારી કરવામાં આવેલા આંકડા પ્રમાણે હૈતીમાં જૂન મહિનામાં 155 અપહરણના કેસ સામે આવ્યા છે, જ્યારે મે મહિનામાં આ સંખ્યા 118 હતી

(7:38 pm IST)