Gujarati News

Gujarati News

સ્‍લીપર કોચ બસમાંથી ભોજાબેડીના યુવાન પ્રવિણની ગળુ કપાયેલી લાશ મળીઃ સોફામાંથી છરી પણ મળી: સુરતથી ગત સાંજે ઉપડેલી ન્‍યુ ક્રિષ્‍ના ટ્રાવેલ્‍સની બસ સવારે રાજકોટ ગ્રીનલેન્‍ડ ચોકડીએ પહોંચી ત્‍યારે નીચેના ત્રીજા નંબરના સોફા પર લોહીના ડાઘ દેખાતાં તપાસ કરતાં ઘટના જાહેર થતાં ખળભળાટઃ સુરતથી રાજકોટ સુધીમાં છ મુસાફરો ઉતરી ગયા તે પૈકી કોઇએ કાસળ કાઢયું કે આત્‍મહત્‍યા? : હત્‍યાનો ભોગ બનનાર ૩૪ વર્ષનો પ્રવિણ વાઘેલા જામનગર ભોજાબેડીનો વતની હતોઃ સુરત રહી હીરા ઘસતો હતોઃ તબિયત ખરાબ હોઇ વતન આવવા ગત સાંજે સુરતથી બસમાં બેઠો હતોઃ સોફાસીટ પરથી મળેલી છરી મરનારની કે મારનારની?: પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, પીઆઇ એમ. સી. વાળા અને ડી. સ્‍ટાફની ટીમો, ક્રાઇમ બ્રાંચ અને એસઓજીની જુદી-જુદી ટીમોએ ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો : છ મુસાફર ઉતર્યા તેમાંથી એક શખ્‍સ ચોટીલા, એક કપલ લીંબડી અને એક કપલ તથા બાળક બામણબોર ઉતર્યા હતાં access_time 4:12 pm IST

સન્માન: access_time 3:34 pm IST