Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

રેલ્વેએ ભંગાર વેચીને 227.71 કરોડ રૂપિયા કમાયા : ગત વર્ષની તુલનામાં કમાણીમાં 146 ટકાનો વધારો

ત્રીજા ક્વાર્ટરના અંતે ઉત્તર રેલવેએ ભંગારના રેકોર્ડ વેચાણથી 227.71 કરોડ રૂપિયાની આવક મેળવી

નવી દિલ્હી :  મોટી સંખ્યામાં એકત્રિત સ્ક્રેપ PSC સ્લીપર્સનો ઉત્તર રેલવે દ્વારા નિકાલ કરવામાં આવી રહ્યો છે, જેથી રેલવેની જમીનનો ઉપયોગ અન્ય પ્રવૃત્તિઓમાંથી આવક મેળવવા માટે થઈ શકે. ઉત્તર રેલવેના જનરલ મેનેજર આશુતોષ ગંગલે જણાવ્યું હતું કે ત્રીજા ક્વાર્ટરના અંતે ઉત્તર રેલવેએ ભંગારના રેકોર્ડ વેચાણથી 227.71 કરોડ રૂપિયાની આવક મેળવી છે.

આ ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળા દરમિયાન 92.49 કરોડ રૂપિયાની આવક કરતાં 146% વધારે છે. ગયા વર્ષે થયેલા વેચાણને જોતા આ વર્ષનું વેચાણ રેલવે માટે મોટી સિદ્ધિ ગણી શકાય. સ્ક્રેપ વેચાણની દ્રષ્ટિએ ઉત્તર રેલવે હવે તમામ ભારતીય રેલવે અને પીએસયુમાં ટોચ પર આવી ગઈ છે.

સ્ક્રેપ નિકાલ એક મહત્વની પ્રવૃત્તિ છે. જે આવક મેળવવાની સાથે કામના પરિસરને સુઘડ અને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે. રેલવે લાઈન નજીક રેલ ટ્રેકના ટુકડા, સ્લીપર્સ, ટાઈબારના જેવા સ્ક્રેપના કારણે સલામતી જોખમમાં મુકાય તેવી શક્યતા રહેલી છે. એ જ રીતે પાણીની ટાંકીઓ, કેબિન, ક્વાર્ટર્સ અને અન્ય ત્યજી દેવાયેલા બાંધકામોનો દુરુપયોગ થવાની સંભાવના રહે છે. તેમના તાત્કાલિક નિકાલને હંમેશા પ્રાથમિકતા આપવામાં આવી છે અને ઉચ્ચ સ્તર પર તેનું નિરીક્ષણ કરવામાં આવે છે.

મોટી સંખ્યામાં એકત્રિત સ્ક્રેપ PSC સ્લીપર્સનો ઉત્તર રેલવે દ્વારા નિકાલ કરવામાં આવી રહ્યો છે, જેથી રેલવેની જમીનનો ઉપયોગ અન્ય પ્રવૃત્તિઓમાંથી આવક મેળવવા માટે થઈ શકે. શૂન્ય સ્ક્રેપની સ્થિતિ પ્રાપ્ત કરવા માટે ઉત્તર રેલવે મિશન મોડમાં ભંગારનો નિકાલ કરવા માટે તૈયાર છે.

(12:00 am IST)