Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

બજેટ પહેલા વડાપ્રધાને આપ્‍યો હતો ‘‘ખાસ મંત્ર'': નાણા પ્રધાન

દેશ માટે આ સુવર્ણ તક, કોઇપણ સ્‍થિતિમાં નથી છોડવા માગતા

નવી દિલ્‍હી તા. ૩: બજેટ ર૦ર૩ના સરકાર સાથે સંકળાયેલા નેતાઓ વખાણ કરી રહ્યા છે જયારે વિપક્ષો તેના પર સવાલો ઉઠાવી રહ્યા છે. ગુરૂવારે બજેટ -ર૦ર૩ બાબતે ઇન્‍ડીયન એકસપ્રેસે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણનો ઇન્‍ટરવ્‍યુ લીધો હતો. તે દરમ્‍યાન નાણા પ્રધાને કહ્યું કે તેઓ અને તેમની ટીમ લોકસભા ચુંટણી પહેલાનું બજેટ તૈયાર કરવા બેઠા તો પહેલા દિવસથી જ તેમનું મેઇન ફોકસ વિકાસ પર હતું.

તેમણે કહ્યું, વડાપ્રધાન પણ આમાં સામેલ હતા. વિકાસની ગતિ ચાલુ રહેવી જોઇએ. કંઇપણ થાય આપણે આને ગતિ આપવાની જરૂર છે. તેને સારી રીતે તૈયાર કરવાનું છે અને સારી રીતે ચલાવવાનું છે. એ જ કારણ છે કે પૂંજીગત ખર્ચ માટે ૧૦ લાખ કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.

તેમણે વધુમાં કહ્યું કે બજેટ બનાવતી વખતે અમારા મગજમાં એ બિલકુલ સ્‍પષ્‍ટ હતું કે આ ભારત માટે એક સોનેરી અવસર હતો અને આ વખતે કોઇપણ સ્‍થિતિમાં આ તક નથી ચૂકવાની.

(4:12 pm IST)