Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

કોરોનાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કમર તોડી નાખી હજુ વધુ એક મહિનો રાહત નહીં મળે

દેશના ૧૨ ટકા સીનેમાઘરો હવે કાયમ માટે બંધ

મુંબઇઃ કોરોનાકાળમાં સૌથી ખરાબ સમયમાંથી પસાર થઇ રહેલ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે રાહતના કોઇ અણસાર નથી દેખાતા. સિનેમાઘરોનું અસ્તિત્વ વધારે સંકટમાં છે, જે આઠ મહિનામાં મોટી ખોટ ખાઇ રહ્યા છે. ફીકકી અનુસાર, લોકડાઉન દરમ્યાન ૧૨ ટકા સિનેમાઘરો કાયમ માટે બંધ થઇ ચૂકયા છે. ઘણાં રાજયોમાં સિનેમાઘરો ખોલવાની પરવાનગી હજુ પણ નથી મળી એટલે શકય છે કે વધુ કેટલાક સિનેમાઘરોમાં હવે કયારેય રોશની ન જોવા મળે. દેશમાં લગભગ ૧૦ હજાર સિનેમા સ્ક્રીન છે. તેમાં સિંગલ સીનેમા સ્ક્રીન સિનેમાઘરોની હાલત વધુ ખરાબ છે. સતત બંધ રહેવાના કારણે તેના કર્મચારીઓના પગાર અને બીજા ખર્ચની જોગવાઇ કરવાનું અઘરૂ પડી રહ્યું છે.

(3:02 pm IST)