Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૩૧૪

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૭ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સંગીત

‘‘સંસ્‍કૃતમાં સંગીતનો અર્થ નાદ થાય સ્‍પેનીશમાં તેનો અર્થ‘‘ કઇ નહી''  એવો થાય છે. આ અર્થ પણ સુંદર છે. કારણ કે હું જે સંગીતની વાત કરૂ છે તે શાંતીનું સંગીત છે.''

એવુ પણ સંગીત છે જે કોઇએ બનાવેલ નથી તે અંદરની સંવાદીતાનુ સંગીત છે. બહાર પણ એક સંગીત છે. તારાઓ અને ગ્રહોની સંવાદીતા આખુ અસ્‍તીત્‍વ એક વાદ્યેવંૃદ જેવું છે. મનુષ્‍ય સીવાય કોઇ લયની બહાર નથી તેથી જ વૃક્ષો ખૂબ જ સુંદર છે, પ્રાણીઓ અને પક્ષીઓ પણ ફકત માનવજાત જ કુરૂપ છે. અને તેનું કારણ છે. આપણે આપણી જાતને સતત સુધારવા માંગીએ છીએ આપણે કઇક બનવાની કોશીષ કરીએ છીએ.

જે ક્ષણે ઉપર ઉઠવાની ઇચ્‍છા થાય છે વ્‍યકિત કુરૂપ બની જાય છે. વ્‍યકિત લયની બહાર જતો રહે છ.ે  કઇક બનવુ એ મનનો રોગ છે. મનુષ્‍ય કયારેય તૃપ્‍ત થતો નથી. આ અતૃપ્‍તી જ કુરૂપતા લાવે છ.ે કારણ કે લોકો ફરીયાદોથી ભરેલા છે લોકોને કઇક મળી જાય છે તો પણ તેઓ વધારે માંગે છે કઇક થવુ એ મનુષ્‍યનો રોગ છે.

જે ક્ષણે મનુષ્‍ય કઇક થવાનું છોડી દે છે ત્‍યારે અચાનક જ સંગીત સંભળાય છે અને આ સંગીત ઉભરાઇને બીજા લોકો ઉપર વહેવા લાગે છે બુધ્‍ધોની આ જ સુંદરતા છે તેઓ સંગીતથી અને સંવાદીતાથી ભરેલા છેે.

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(10:03 am IST)