Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

અદાણીએ ફરી સીએનજીના ભાવમાં ૧.૪૯ રૂપિયાનો કર્યો વધારોઃ ૨ દિ'માં રૂા.૩.૪૮ વધાર્યા

પેટ્રોલ-ડીઝલ, સીએનસી, રસોઈ ગેસ, શાકભાજી, દૂધ સહિત ખાવા-પીવાની વસ્‍તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે

અમદાવાદ, તા.૪: આમ જનતા પર ફરી ગ્રાહકો પર મોંઘવારીનો માર ઝીંકાયો છે. બુધવારે અદાણી દ્વારા પીએનજી ગેસ વધારો કરાયા બાદ હવે CNGની કિંમતમાં વધારો થયો છે. અમદાવાદીઓ પર ઘ્‍ફઞ્‍ની કિંમતમાં ૧.૪૯ રૂપિયાનો વધારો કરાયો છે. CNGનો કિલોદીઠ ભાવ હવે ૮૭.૩૮ રૂપિયા થયો છે. અગાઉ CNG નો કિલોદીઠ ભાવ ૮૫.૮૯ રૂપિયા હતો. અદાણીએ CNGની કિંમત કિલોદીઠ ૧.૪૯ રૂપિયા વધારી છે. જોકે, આ ભાવવધારો વાહનચાલકોને ભારે પડી રહેશે. રીક્ષા ચાલકો પહેલેથી જ ગેસમાં વધેલા ભાવોથી પરેશાન છે. આવામાં આ ભાવવધારો તેમની કમર ભાંગી નાખશે. બે દિ'માં રૂા.૩.૪૮ વધાર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે CNG ગેસમાં ૧.૯૯ રૂપિયાનો ભાવ વધારો હતો. દેશમાં સતત વધી રહેલી મોંઘવારીએ જનતાની કમરતોડી નાખી છે. પેટ્રોલ-ડીઝલ, સીએનસી, રસોઈ ગેસ, શાકભાજી, દૂધ સહિત ખાવા-પીવાની વસ્‍તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મોંઘવારીથી જનતા ત્રસ્‍ત છે. જીવન જરૂરિયાતની દરેક વસ્‍તુઓના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. ત્‍યારે હવે અદાણીએ ગેસના ભાવ વધાર્યાં છે.

લાંબા સમયથી પેટ્રોલ-ડીઝલ અને એલપીજી ગ્રાહકોને મોંઘવારીનો માર પડવાનું શરૂ થઇ ગયું હતું. પેટ્રોલ તેમજ ડીઝલ પર હવે મોંઘવારીનો માર પડવાનું શરૂ થઈ ગયું છે. તે પહેલા જ સીએનજીના ભાવ વધવાની શરૂઆત થઈ ગઈ છે. દેશમાં પાંચ રાજ્‍યોમાં થયેલા વિધાનસભા ચૂંટણી પૂરી થઈ ત્‍યારથી ચૂંટણીના પરિણામ બાદ તેની અસર ભાવ પર પડવા લાગી છે. કિંમતોમાં વધારો વૈશ્વિક સ્‍તર પર તેલના વધુ ભાવ બોલાઈ રહ્યાં છે. તો બીજી તરફ, સીએનજીના ભાવ પણ વધી ગયા છે, આવામાં એટલુ તો સ્‍પષ્ટ છે કે, આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તેજી જોવા મળી શકે છે. ગુજરાતમાં આજથી અદાણીએ સીએનજીમાં નવો ભાવ વધારો લાગુ કર્યો છે.

(10:43 am IST)