Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

હાઈજમ્‍પમાં તેજસ્‍વિન શંકર અને વેઈટલિફટીંગમાં ગુરદીપ સિંઘને બ્રોન્‍ઝ

વેઈટલિફટીંગના અભિયાનનો અંત, જેમાં ૩ ગોલ્‍ડ, ૩ સિલ્‍વર અને ૪ બ્રોન્‍ઝ સાથે કુલ ૧૦ મેડલ જીત્‍યા : કોમનવેલ્‍થ ગેમ્‍સમાં ભારતનું શાનદાર પ્રદર્શન જારીઃ ૫ ગોલ્‍ડ, ૬ સિલ્‍વર અને ૮ બ્રોન્‍ઝ સાથે કુલ ૧૮ મેડલ સાથે સાતમાં સ્‍થાને

નવી દિલ્‍હીઃ કોમનવેલ્‍થ ગેમ્‍સમાં ભારતનું શાનદાર પ્રદર્શન જારી છે. વેઈટલીફટીંગમાં વધુ એક મેડલ મળ્‍યો છે તો એથ્‍લેટીકસમાં ખાતુ ખોલાવ્‍યું છે. ૫ ગોલ્‍ડ, ૬ સિલ્‍વર અને ૮ બ્રોન્‍ઝ સાથે કુલ ૧૮ મેડલ સાથે ભારત સાતમાં સ્‍થાને છે. આજે હાઈજમ્‍પમાં તેજ સ્‍વિન શંકર અને વેઈટલીફટીંગમાં ગુરદીપસિંઘે બ્રોન્‍ઝ જીત્‍યો છે.

ભારતના સ્‍ટાર એથ્‍લેટ તેજસ્‍વિન શંકરે  પુરૂષોની ઉંચી કૂદમાં બ્રોન્‍ઝ મેડલ જીતીને ઍથ્‍લેટિકસમાં ભારતનું ખાતું ખોલ્‍યું છે. ઉંચી કૂદમાં ભારતનો રાષ્‍ટ્રીય રેકોર્ડ ધરાવતા તેજસ્‍વિને ફાઇનલમાં ૨.૨૨ મીટરની સૌથી ઉંચી છલાંગ લગાવીને ઈવેન્‍ટમાં ભારતનો પ્રથમ કોમનવેલ્‍થ ગેમ્‍સ મેડલ જીતીને ઈતિહાસ રચ્‍યો હતો.

 આ ઉંચી કૂદની ફાઇનલમાં તેજસ્‍વિને ૨.૧૦ મીટરની ઊંચાઈ સાથે સફળ શરૂઆત કરી હતી. તેણે એક જ -યાસમાં તેને પાર કરી લીધો. આ પછી તેજસ્‍વિને ૨.૧૫, ૨.૧૯ અને ૨.૨૨ મીટરના બારને માત્ર એક-એક પ્રયાસમાં પાર કર્યો હતો.

આ સમય સુધીમાં તે ત્રીજા સ્‍થાને આવી ગયો હતો અને તેનાથી આગળ ઓસ્‍ટ્રેલિયાનો બ્રેન્‍ડન સ્‍ટાર્ક અને ન્‍યુઝીલેન્‍ડનો હામિશ કર્ર હતો. બંનેએ ૨.૨૫ મીટરની ઊંચાઈ પાર કરી હતી, પરંતુ અહીં તેજસ્‍વિન ચૂકી ગયો અને બે પ્રયાસમાં પણ પાર કરી શકયો નહીં. જો કે, તેના છેલ્લા હરીફ બહામાસના ડોનાલ્‍ડ થોમસ પણ આ ઊંચાઈએ અટકી ગયો અને ત્રણેય પ્રયાસોમાં નિષ્‍ફળ ગયો હતો. આવી સ્‍થિતિમાં, તેજસ્‍વિનનું ત્રીજું સ્‍થાન નિヘતિ હતું, કારણ કે તે અગાઉ કોઈપણ પ્રયાસમાં નિષ્‍ફળ ગયો ન હતો, જ્‍યારે થોમસ ૨.૧૫ મીટર અને ૨.૨૨ મીટર દરેકમાં એકવાર નિષ્‍ફળ ગયો હતો.

આમ ટાઇની ઘટનામાં સૌથી ઓછા નિષ્‍ફળ પ્રયાસો સાથે એથ્‍લેટને વિજેતા ગણવામાં આવે છે. તેજસ્‍વિને આનો જ ફાયદો ઉઠાવ્‍યો હતો. મેડલ કન્‍ફર્મ થયા બાદ તેજસ્‍વિને ઊંચાઈ ૨.૨૫થી વધારીને ૨.૨૮ કરી પરંતુ તે તેમાં નિષ્‍ફળ ગયો હતો. આમ છતાં તેનો મેડલ નિヘતિ થયો અને તેણે ઐતિહાસિક બ્રોન્‍ઝ જીત્‍યો હતો.

જયારે ભારતીય વેઇટલિફ્‌ટર્સનું સારૂં પ્રદર્શન યથાવત છે. ગુરદીપ સિંહે ૧૦૯ પ્‍લસ કિલોગ્રામ વર્ગમાં બ્રોન્‍ઝ મેડલ જીત્‍યો હતો. ૨૬ વર્ષીય ગુરદીપે તૌચમાં ૧૬૭ અને ક્‍લીન એન્‍ડ જર્કમાં ૨૨૩ કિગ્રા સહિત કુલ ૩૯૦ કિલો વજન ઉપાડ્‍યું હતું.

પાકિસ્‍તાનના મુહમ્‍મદ નોહ બટ્ટે ૪૦૫ કિગ્રા વજન ઉઠાવીને નવા ગેમ્‍સ રેકોર્ડ સાથે ગોલ્‍ડ મેડલ જીત્‍યો હતો. ન્‍યૂઝીલેન્‍ડના ડેવિડ એર્ન્‍ડ્‍યુએ ૩૯૪ કિલો વજન ઉઠાવીને સિલ્‍વર મેડલ મેળવ્‍યો હતો.

ગુરદીપની શરૂઆત સારી રહી ન હતી. તેણે બીજા પ્રયાસમાં ૧૬૭ કિલો વજન ઉપાડ્‍યું પરંતુ ત્રીજા પ્રયાસમાં ૧૭૩ કિલો વજન ઉપાડી શકયો નહોતો. ક્‍લીન એન્‍ડ જર્કમાં તેણે ૨૦૭ કિલોગ્રામથી શરૂઆત કરી હતી પરંતુ ૨૧૫ કિગ્રાના બીજા પ્રયાસમાં તે નિષ્‍ફળ ગયો હતો. તેણે ત્રીજા પ્રયાસમાં ૨૨૩ કિલો વજન ઉપાડ્‍યું હતું.

ભારતે વેઈટલિફિં્‌ટગમાં તેના અભિયાનનો અંત ત્રણ ગોલ્‍ડ, ત્રણ સિલ્‍વર અને ચાર બ્રોન્‍ઝ સહિત દસ મેડલ સાથે કર્યો હતો.

(11:40 am IST)