Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

ફટાકડા પર્યાવરણ માટે હાનિકારક : બેંગ્લોરમાં ભીડભાડવાળા વિસ્તારોમાં ફટાકડાના વેચાણ પરના પ્રતિબંધને કર્ણાટક હાઈકોર્ટનું સમર્થન : ફટાકડા સ્વાસ્થ્ય માટે જોખમી હોવા ઉપરાંત તેનાથી થતી ઇજાઓની સંખ્યામાં પણ ભયજનક વધારો થઇ રહ્યો હોવાનું નામદાર કોર્ટનું મંતવ્ય


બેંગ્લોર : ફટાકડા સ્વાસ્થ્ય માટે જોખમી હોવા ઉપરાંત પ્રચંડ પર્યાવરણીય પ્રદૂષણનું કારણ પણ બને છે, કર્ણાટક હાઈકોર્ટે તાજેતરમાં જ બેંગ્લોરના ભીડભાડવાળા વિસ્તારોમાં ફટાકડાના વેચાણ પરના પ્રતિબંધને સમર્થન આપતાં જણાવ્યું હતું [મેસર્સ માધી ટ્રેડિંગ કંપની વિ ધી જોઈન્ટ ચીફ કંટ્રોલર ઑફ એક્સપ્લોઝિવ]

હાઈકોર્ટે ફટાકડાને કારણે થયેલી ઈજાઓની ચિંતાજનક સંખ્યાને પણ ધ્યાનમાં લીધી હતી .સિંગલ-જજ જસ્ટિસ ક્રિષ્ના એસ દીક્ષિતે કહ્યું કે ફટાકડાનો ઉપયોગ પર્યાવરણ પર નોંધપાત્ર બોજ લાદે છે, ખાસ કરીને ભીડભાડવાળા શહેરોમાં જે પહેલાથી જ પ્રદૂષણ સાથે સંઘર્ષ કરી રહ્યા છે.

બેંગ્લોરમાં ફટાકડાના વેચાણમાં રોકાયેલા રિટેલરો અને જથ્થાબંધ વિક્રેતાઓ દ્વારા દાખલ કરાયેલી અરજીઓને કોર્ટ દ્વારા રદ કરવામાં આવી હતી, જેમાં પોલીસ કમિશનર, બેંગ્લોર અને પોલીસ મહાનિર્દેશક અને પોલીસ મહાનિરીક્ષકના આદેશને પડકારવામાં આવ્યો હતો, જે 2013 માં આવા ફટાકડાના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(1:11 pm IST)