Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

જમ્‍મુ કાશ્‍મીરમાં બિટકોઇન દ્વારા આતંકી ફંડિંગનો ભાંડાફોડઃ સાત ઠેકાણે SIAના દરોડા : બે મહિલાઓ શંકાના પરિધમાં

 નવી દિલ્‍હી,તા.૪ : જમ્‍મુ અને કાશ્‍મીરમાં સ્‍ટેટ ઇન્‍વેસ્‍ટિગેશન એજન્‍સી (SIA)એ મોટી કાર્યવાહી કરી છે. વિગતો મુજબ ટીમે બુધવારે બારામુલા, કુપવાડા અને પૂંછમાં સાત સ્‍થળોએ દરોડા પાડી બિટકોઇન દ્વારા આતંકવાદી ભંડોળનો પર્દાફાશ કર્યો છે. જેમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ કાર્યવાહીમાં ડિજિટલ ઉપકરણો, સિમ કાર્ડ, મોબાઈલ ફોન અને ઘણા મહત્‍વપૂર્ણ દસ્‍તાવેજો જપ્ત કરવામાં આવ્‍યા છે. શ્રીનગરના કાઉન્‍ટર ઈન્‍ટેલિજન્‍સ પોલીસ સ્‍ટેશનમાં UAPA હેઠળ નોંધાયેલી જ્‍ત્‍ય્‍ના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. જપ્ત કરાયેલા પુરાવાઓનું વિશ્‍લેષણ કર્યા બાદ શકમંદોની પૂછપરછ કરવામાં આવશે.

 જમ્‍મુ અને કાશ્‍મીરમાં સ્‍ટેટ ઇન્‍વેસ્‍ટિગેશન એજન્‍સી (SIA)એ કાર્યવાહી કરી બિટકોઇન દ્વારા આતંકવાદી ભંડોળનો પર્દાફાશ કર્યો છે. આ મામલો બિટકોઈન દ્વારા આતંકવાદને ધિરાણ આપવાનો છે. શરૂઆતમાં જે વિગતોની તપાસ કરવામાં આવી રહી છે તેમાં પાકિસ્‍તાનના માસ્‍ટરમાઇન્‍ડનો સમાવેશ થાય છે. તે પાકિસ્‍તાની ગુપ્તચર એજન્‍સીઓ અને પાકિસ્‍તાનમાં કાર્યરત આતંકવાદી સંગઠનોના સમર્થનથી પોતાના એજન્‍ટોને પૈસા મોકલી રહ્યો છે. આ નાણાં જમ્‍મુ અને કાશ્‍મીરમાં સામૂહિક હિંસા અને આતંકવાદી પ્રવળત્તિઓને પ્રોત્‍સાહન આપવા માટે આતંકવાદી સંગઠનો, અલગતાવાદીઓમાં વહેંચણી માટે છે.

 સમગ્ર મામલે પોલીસે કહ્યું કે, પાકિસ્‍તાની માસ્‍ટરમાઇન્‍ડની ઓળખ થઈ ગઈ છે. જોકે આગળની કાર્યવાહીને ધ્‍યાનમાં રાખીને આ તમામ માહિતી ગુપ્ત રાખવામાં આવી રહી છે. બુધવારે જે ઘરોની તલાશી લેવામાં આવી તેમાં કુપવાડા જિલ્લાના હાજીનાકા મણિગાહ હહામા વિસ્‍તારની રહેવાસી ઝાહિદા બાનો, કુપવાડાના લોન હરીના ગુલામ મુજતબા દિદાર, હંદવાડાની તમજીદા બેગમ, દિવાન બાગ બારામુલ્લાના યાસિર અહેમદ મીર, ત્રાંજપોરાના મોહમ્‍મદ સૈયદ મસૂદીનો સમાવેશ થાય છે. , પૂંચના ફારૂક અહેમદની ગાગરિયન મંડી અને ધારાના મેંધરના ઈમરાન ચૌધરીના ઘરનો સમાવેશ થાય છે.

 સ્‍ટેટ ઇન્‍વેસ્‍ટિગેશન એજન્‍સી (SIA)ની કાર્યવાહીમાં પુરાવા સામે આવ્‍યા છે કે, પાકિસ્‍તાનથી પૈસા આ લોકો સુધી પહોંચ્‍યા હતા. તપાસમાં બહાર આવ્‍યું છે કે, આ લોકોના ખાતામાં પૈસા બિટકોઈન દ્વારા મોકલવામાં આવ્‍યા હતા જેથી પૈસા કયાંથી મળ્‍યા તે સરળતાથી જાહેર ન થઈ શકે. આ દરમ્‍યાન ઉપયોગમાં લેવાયેલા બેંક ખાતાઓ જમ્‍મુ-કાશ્‍મીરની બહારના છે. પાકિસ્‍તાની નાણાને વ્‍હાઇટ મની તરીકે દેખાડવા માટે આંતરરાષ્‍ટ્રીય બિટકોઇન વેપારનો ઉપયોગ કરવામાં આવ્‍યો હતો.

 ટેરર ફંડિંગ કેસમાં,સ્‍ટેટ એજન્‍સી (એસઆઈએ) એ એલઓસીની સરહદે આવેલા મેંધરના ડેરાના અને મંડી તહસીલના ગામ ગાગડિયામાં સેનાના કુલી સહિત બે લોકોના ઘરો પર દરોડા પાડ્‍યા હતા. તપાસ દરમિયાન બંને લોકોના બેંક ખાતા, આધાર કાર્ડ, મોબાઈલ અને સીમકાર્ડ વગેરેને લગતા અનેક દસ્‍તાવેજો જપ્ત કરવામાં આવ્‍યા હતા. બુધવારે સવારે ડીએસપી રેન્‍કના અધિકારીની આગેવાનીમાં એસઆઈએની બે ટીમ પુંછ પહોંચી હતી.

 મેંધર પોલીસ સ્‍ટેશનની સાથે એક ટીમ અને ત્‍યાંથી સ્‍થાનિક પોલીસ અંકુશ રેખા પાસે આવેલા દારાના ગામમાં ઈમરાન અહેમદના ઘરે પહોંચી. ટીમે ઘરની તલાશી લીધા બાદ બેંકના તમામ દસ્‍તાવેજો અને અન્‍ય દસ્‍તાવેજો જપ્ત કર્યા હતા. જ્‍યારે બીજી ટીમ મંડી પોલીસ સ્‍ટેશન પહોંચી હતી.  ત્‍યાંથી સ્‍થાનિક પોલીસ અંકુશ રેખા પર આવેલા ગગડિયા ગામમાં રહેતા આર્મી પોર્ટર ગુલામ રસૂલના ઘરે પહોંચી. ઘરની તલાશી લેવાની સાથે મોબાઈલ, સીમકાર્ડ, બેંકના દસ્‍તાવેજો જપ્ત કરવામાં આવ્‍યા હતા. સૂત્રોના જણાવ્‍યા અનુસાર, SIAની આ કાર્યવાહી આઉટર ઈન્‍ટેલિજન્‍સ પોલીસ સ્‍ટેશન શ્રીનગરમાં નોંધાયેલી FIR હેઠળ કરવામાં આવી છે.

(3:39 pm IST)