Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાન સાથે છેલ્લે બંધ થયા

સવારે તેજી બાદ ધડામ થયું બજાર : સેન્સેક્સ ૫૧.૭૩ પોઈન્ટ ઘટીને ૫૮૨૯૮.૮૦ સ્તરે જ્યારે નિફ્ટી ઘટાડા સાથે ૧૭૩૮૨ના સ્તરે બંધ થયો

નવી દિલ્હી, તા.૪ : શેરબજારમાં આજે ભારે ઉથલપાથલ  જોવા મળી. ગ્લોબલ માર્કેટમાંથી મળેલા સારા સંકેતોના પગલે આજે સવારે સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાન સાથે ખુલ્યા પરંતુ ત્યારબાદ માર્કેટ ધડામ થવા લાગ્યું. બજાર બંધ થયું ત્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ ૫૧.૭૩ પોઈન્ટ ઘટીને ૫૮૨૯૮.૮૦ સ્તરે બંધ થયો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી ૬.૨૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૩૮૨ ના સ્તરે  બંધ થયો. રિયાલ્ટી, બેંકિંગ, ફાઈનાન્શિયલ સર્વિસિઝ સેક્ટર્સમાં કડાકા બાદ બજાર પર દબાણ વધ્યું. જો કે ઓટો, આઈટી, મેટલ અને ફાર્મા સેક્ટરમાં ખરીદી જોવા મળી.  નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં સિપ્લા, નેસલે, સન ફાર્મા, ઈન્ફોસિસ, એપોલો હોસ્પિટલના શેર જોવા મળ્યા. જ્યારે સેન્સેક્સમાં ટોપ ગેઈનર્સમાં સન ફાર્મા, નેસલે, ઈન્ફોસિસ, ડો.રેડ્ડીઝ લેબ્સ, M&M ના શેર જોવા મળ્યા. નિફ્ટીમાં ટોપ લૂઝર્સમાં એનટીપીસી, TATA Cons. Prod, કોઈલ ઈન્ડિયા, એસબીઆઈ, રિલાયન્સના શેર રહ્યા જ્યારે સેન્સેક્સમાં એનટીપીસી, એસબીઆઈ, એક્સિસ બેંક, રિલાયન્સ, કોટક મહિન્દ્રાના શેર ટોપ લૂઝર્સમાં રહ્યા.  અઠવાડિયાના ચોથા કારોબારી દિવસે શેરબજાર આજે લીલા નિશાન સાથે ખુલ્યા હતા. સેન્સેક્સ આજે ૩૩૪.૨૨ પોઈન્ટના ઉછાળા સાથે ૫૮૬૮૪.૭૫ ના સ્તરે ખુલ્યો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી આજે ૯૧.૬૦ પોઈન્ટની તેજી સાથે ૧૭૪૭૯.૮૦ ના સ્તરે ખુલ્યો હતો. પણ જેમ જેમ દિવસ વીતતો ગયો તેમ તેમ શેરબજાર તૂટતું જોવા મળ્યું.

(7:25 pm IST)