Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

ડી-ગેંગનો સાગ્રીત સલીમ ફ્રુટની ધરપકડ: આતંકી પ્રવૃત્તિમાં સંકળાયેલ હતો: ટેરર ફંડ માટે મોટી રકમની ખંડણીઓ ઉઘરાવતો હોવાનો આરોપ

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ આ વર્ષે ફેબ્રુઆરીમાં એજન્સી દ્વારા નોંધાયેલા કેસના સંબંધમાં ગેંગસ્ટર છોટા શકીલના કથિત સહયોગી સલીમ કુરેશી ઉર્ફે સલીમ ફ્રૂટની ધરપકડ કરી છે.  એનઆઈએ દાવો કર્યો હતો કે સલીમ ફ્રુટ ડી ગેંગનો નજીકનો સહયોગી છે અને તેણે ડી-કંપનીની આતંકવાદી પ્રવૃત્તિઓને આગળ વધારવા માટે ટેરર ફંડ એકત્ર કરવા માટે પ્રોપર્ટી ડીલિંગ્સ અને વિવાદના સમાધાનો દ્વારા શકીલના નામે મોટી રકમની ખંડણી ઉઘરાવવામાં સક્રિય ભૂમિકા ભજવી છે.  આ વર્ષે મે મહિનામાં એનઆઈએ એ આ કેસના સંબંધમાં સલીમ ફ્રૂટની પણ પૂછપરછ કરી હતી.

(10:50 pm IST)