Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

૨૦૧૮માં આ સૈનિકોનું અપહરણ કરાયું હતું

ઇરાને ગુપ્ત ઓપરેશન કરી પાકીસ્તાનમાંથી પોતાના બે અપહરણ સૈનિકોને છોડાવ્યા

તેહરાન,તા. ૫: ઈરાનના એલીટ રિવોલ્યુશનરી ગાર્ડે પાકિસ્તાનમાં એક ગુપ્ત ઓપરેશનને અંજામ આપીને પોતાના બે સૈનિકોને છોડાવી લીધા છે. એનાડોલુ એજન્સીના રિપોર્ટમાં દાવો કરાયો છે કે, ઈરાનના આ બે સૈનિકોનું વર્ષ ૨૦૧૮માં અપહરણ કરાયું હતું. તો, પાકિસ્તાનના મીડિયામાં દાવો કરાયો છે કે, હકીકતમાં આ એક અદલા-બદલી હતી. જેમાં ઈરાને વાતચીત પછી જૈશ ઉદ અદલ નામના એક સંગઠનના ૪ સભ્યોને મુકત કર્યા. તો, આ સંગઠને ૨૦૧૮માં અપહરણ કરેલા ઈરાનના બે સૈનિકોને છોડ્યા છે. જોકે, આ બંને ઘટનાઓની સત્ત્।ાવાર પુષ્ટિ નથી થઈ શકી.

એનાડોલુ એજન્સીએ જણાવ્યું કે, ૧૬ ઓકટોબર ૨૦૧૮એ જૈશ ઉદ અલદ નામના એક આતંકવાદી સંગઠને ઈરાની સેનાના ૧૨ ગાર્ડસનું અપહરણ કરી લીધું હતું. આ ઘટનાને પાકિસ્તાના બલુચિસ્તાન પ્રાંતના મર્કવા શહેરમાં અંજામ અપાઈ હતી. આ વિસ્તાર પાકિસ્તાન-ઈરાન સરહદની નજીક છે તે પછી બંને દેશોની સેનાએ જવાનોને છોડાવવા માટે એક જોઈન્ટ કમિટી પણ બનાવી હતી.

જૈશ ઉદ અદલએ તેમાંથી ૫ સૈનિકોને નવેમ્બર ૨૦૧૮માં છોડ્યા હતા. ૨૧ માર્ચ ૨૦૧૯એ પાકિસ્તાનની સેનાએ પોતાની કાર્યવાહીમાં ઈરાની સેનાના ૪ અન્ય સભ્યોનું રેકસ્યુ કર્યું હતું. દાવો કરાયો છે કે, ઈરાને જશ ઉદ અદલને આતંકવાદી સંગઠન જાહેર કરેલું છે. આ સંગઠન ઈરાન સામે સશસ્ત્ર અભિયાન ચલાવતું રહ્યું છે. તેમાં બલોચ સુન્ની મુસ્લિમો સામેલ છે.

(10:24 am IST)