Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

નરેન્દ્રભાઇએ જગદીપ ધાનખરને તેડું મોકલ્યું

પશ્ચિમ બંગાળની હિંસા બાબતે નવો જંગ શરૂ : ભાજપના ૬ કાર્યકરો માર્યા ગયાનો દાવો : મમતા કહે છે અમારા ૪ કાર્યકરની હત્યા થઇ

નવી દિલ્હી તા. ૫ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએબંગાળના રાજ્યપાલ જગદીપ ધાનખરને તેડું મોકલ્યું હતું. સાથે તેમણે રાજ્યમાં ચૂંટણી બાદની હિંસા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.સોમવારે બંગાળમાં હિંસા થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જેમાં પાર્ટીના ઘણા કાર્યકરો માર્યા ગયા હતા, તેમજ ઈજાઓ પહોંચી હતી. વિધાનસભા ચૂંટણીના પરિણામના બીજા દિવસે આ ઘટના બની હોવાનું જણાવાયું હતું. આ ઘટના સાથે જોડાયેલા દસ મુદ્દા નીચે મુજબ છે.

૧. રવિવારે બંગાળની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ભાજપે આરોપલગાવ્યો હતો કે, હૂગલીમાં તેના પાર્ટી કાર્યાલયને આગ ચાંપવામાં આવી હતી. તેમજ સુવેન્દુ અધિકારી સહિતના કેટલાક નેતાઓ પર તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો દ્વારા હુમલો કરવામાં આવ્યોહતો.

૨. સોમવારે બંગાળ ભાજપે દાવો કર્યો હતો કે, રવિવારે ચૂંટણી પરિણામો જાહેર થયા બાદથી સમગ્ર રાજ્યમાં તેના છકાર્યકરોની હત્યા કરી દેવામાં આવી છે.ભાજપના ઘણા કાર્યાલયો અને પાર્ટી કાર્યકરોના ઘરો પર હુમલા કરવામાં આવ્યા છે. ભાજપે વધુમાં આરોપ લગાવ્યો હતો કે, આ હિંસા માટે મમતા બેનરજી જવાબદાર છે. તેઓ દ્વારાભાજપના કાર્યકરો અને નેતાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

૩. બંગાળ ભાજપના પ્રમુખ દિલિપ ઘોષે જણાવ્યું હતું કે, ન તો સ્થાનિક તંત્ર નતો રાજ્ય પોલીસ તેમની મદદ કરી રહીછે. જગદ્દલામાં ટીએમસીના કાર્યકરો દ્વારા કરવામાં આવેલા હુમલામાં બૂથ પ્રમુખનું મોત થયું હતું. શહેરના બેલાઘાટ વિસ્તારમાં પણ ભાજપ ટેકેદારની હત્યાકરવામાં આવી હતી. નદિયા જિલ્લાના રાનાઘાટ ખાતે પણ ભાજપના બેસમર્થકોની હત્યા કરવામાં આવી હતી. ટીએમસીના કાર્યકરો ભાજપના નેતાઅને ટેકેદારોને નિશાન બનાવી હુમલા કરી રહ્યા હોવાનો આરોપ ઘોષે લગાવ્યોહતો.

૪. ભાજપ દ્વારા પાર્ટી કાર્યાલય પર કરવામાંઆવેલા હુમલા અને આગજનીની વીડિયો જાહેર કરવામાં આવી હતી.તેમજ મૃતકોના ફોટા પણ સાર્વજનિક કરાયા હતા. દુકાનોમાં ટોળા દ્વારા કરવામાં આવેલી લૂંટનો વીડિયો પણ વાયરલ કરવામાં આવ્યો હતો. ભાજપ દ્વારા ઘણા ફોટા અને વીડિયો શેર કરી જણાવવામાં આવ્યું હતું કે, ટીએમસીના કાર્યકરો દ્વારા હિંસા આચરવામાં આવીરહી છે. નંદીગ્રામમાં પાર્ટીના કાર્યાલય પર કરવામાં આવેલા હુમલાનો વીડિયોપણ શેર કરાયો હતો. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અનિલ બાલુનીએ આરોપ લગાવ્યો હતો કે, હત્યા પહેલાં ભાજપનાએક નેતાએ ફેસબૂક પર લાઈવ આવીજણાવ્યું હતું કે, હુમલાખોરો દ્વારા પશુઅને બાળકોને પણ છોડવામાં આવતાનથી.

૫. બીજી તરફ ટીએમસીએ પણ દાવો કર્યો હતો કે, ભાજપના કાર્યકરો દ્વારા તેમના ત્રણ સમર્થકોની હત્યા કરવામાં આવીહતી. બંગાળના પૂર્વ બર્ઘમાન જિલ્લામાં આ ઘટના બની હતી. ટીએમસીના કાર્યકરો ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે ભાજપના કાર્યકરો દ્વારા તેમની પરહુમલો કરી હત્યા કરવામાં આવી હતી.

૬. સૂત્રોના જણાવ્યા મુજબ, ભાજપના કાર્યકરો દ્વારા ટીએમસીના જે ત્રણ ટેકેદારો પર હુમલો કરવામાં આવ્યા હતોતેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. જેને હોસ્પિટલમાં લઈ જવાતા તેનુંમોત થયું હોવાનું જાહેર કરવામાં આવ્યુંહતું. આ સમયે ટીએમસીના સમર્થકો'જયબંગાળ અને 'ખેલા હોબે' જેવા સૂત્રોપોકારી રહ્યાં હતા.

૭. રૈના પોલીસ સ્ટેશન વિસ્તારના સમસપુરમાં રવિવારે રાત્રે ભાજપ અનેટીએમસીના કાર્યકરો વચ્ચે થયેલી અથડામણમાં ૫૫ વર્ષીય આધેડનું મોતથયું હતું. મૃતકની ઓળખ ગણેશ મલિકે તરીક થઈ હતી. જે ટીએમસીનો સમર્થક હોવાનું જણાવવામાં આવ્યું હતું.

૮. ઉત્તર બંગાળના જલપાઈગુડી ખાતેથી પણ ચૂંટણી બાદ હિંસા થયાના અહેવાલો  પ્રાપ્ત થયા હતા. વિસ્તારના નવા ચૂંટાયેલા ભાજપના ઉમેદવારની ટીએમસીના કાર્યકરો દ્વારા કનડગત કરવામાં આવીહતી. શીખા ચેટરજી નામક આ ભાજપ નેતાના ઘર પર પણ ટીએમસીના કાર્યકરોએ હુમલો કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

૯. ટીએમસીના કાર્યકરો પોતાના કાર્યકરોને નિશાન બનાવી રહ્યા હોવાના ભાજપના આરોપો બાદ ડાબેરીઓ તરફથી પણ આ પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા હતા. ડાબેરી નેતા સિતારામ યેચુરીએ ટ્વિટ કરી ટીએમસી સામે આરોપો લગાવ્યા હતા.

૧૦. રાજ્યમાં હિંસાની ઘટનાઓ બાદ રાજ્યપાલે બંગાળના ગૃહ સચિવ, ડીજીપી અને કોલકાતા પોલીસકમિશનરને તેડું મોકલ્યંું હતું અને તેમને રાજ્યમાં શાંતિ સ્થાપિત કરવા નિર્દેશઆપ્યો હતો.

બંગાળમાં ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ વિવિધ ક્ષેત્રમાં થયેલી હિંસામાં ભાજપેપોતાના છ જ્યારે તૃણમૂલ કોંગ્રેસે પોતાના ચાર સમર્થકો માર્યા ગયા હોવાના આરોપો લગાવ્યા હતા. સોમવાર સાંજ સુધી હિંસામાં વિવિધ પાર્ટીઓના માર્યા ગયેલા કાર્યકરોની સંખ્યા દસ હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ વચ્ચે ટીએમસીના સુપ્રીમો મમતા બેનરજીએ લોકોેને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી હતી. મમતાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં આઠ તબક્કામાં ચૂંટણી યોજાઈ. આ દરમ્યાન ભાજપ અને કેન્દ્રીય દળોએ અમને ખૂબ જ પરેશાન કર્યા હતા. પણ અમે ધીરજ ગુમાવી ન હતીઅને રાજ્યમાં શાંતિ બનાવી રાખી હતી. મમતાએ જણાવ્યું હતું કે, હું તમામ લોકોને પણ અપીલ કરૃં છું કે, તેઓ શાંતિ બનાવી રાખે અને કોઈપણ પ્રકારની હિંસા ન કરે.હાલ આપણે કોરોના સામે લડવાનું છે. મને એ વાત પણ જાણવા મળી છે કે, કેન્દ્રએ બે-ત્રણ રાજ્યોમાં રસી અને ઓક્સિજનનો વધુ જથ્થો પહોંચાડી દીધો છે.

(3:14 pm IST)
  • બંગાળના CM બન્યા બાદ તરત મમતા બેનર્જીની કોરોના પર મોટી બેઠક : લાગુ પાડ્યાં નવા પ્રતિબંધો : આવતીકાલથી લોકલ ટ્રેન બંધ રાખવાનો નિર્ણય : શોપિંગ કોમ્પલેક્સ, જિમ, સિનેમા હોલ, બ્યુર પાર્લર, પૂલ બંધ access_time 11:53 pm IST

  • સાંજે ૬ વાગ્યે : રાજકોટમાં ૪૧.૨ ડિગ્રી : તાપ અને બફારા વચ્ચે ૧૪ કિ.મી.ની ઝડપે પવનો ફૂંકાઈ રહ્ના છે. હવામાન વિભાગ કહે છે હજુ ઍકાદ - બે દિવસ ૪૧ ડિગ્રી આસપાસ તાપમાન રહેશે : બાદ ૧ થી ૨ ડિગ્રી વધવા સંભવ access_time 5:48 pm IST

  • સારા સમાચાર : ઝાયડસ કેડિલા, ભારતની બીજી સંપૂર્ણ ઈન્ડિજિનસ કોવિડ વેક્સીન સાથે તૈયાર : વચગાળાની અસરકારકતા ડેટાના પ્રથમ સેટને પ્રાપ્ત કર્યા પછી, ઝાયડસ કેડિલા આ મહિનામાં તેની કોવીડ -19 રસીના ઇમરજન્સી યુઝ માટે અરજી કરશે : અત્યારે 1 કરોડ ડોઝ પ્રતિ મહિના સુધી રસીનું પ્રોડક્શન કરી શકશે, જેને પછીથી બે કરોડ ડોઝ પ્રતિ મહિના સુધી લઈ જવાશે access_time 11:47 pm IST