Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

સેન્સેક્સમાં ૧૫૬, નિફ્ટીમાં ૫૭ પોઈન્ટનો ઊછાળો આવ્યો

આંતરરાષ્ટ્રીય બજારમાં ઉથલપાથલઃડૉલરના મુકાબલે રૃપિયો ૨૮ પૈસા ઘટીને ૮૧.૯૦ પર બંધ

મુંબઈ, તા.૬ : આંતરરાષ્ટ્રીય બજારમાં ઉથલપાથલ વચ્ચે ભારતીય શેરબજારો ગુરુવારે તેજી સાથે બંધ થવામાં સફળ રહ્યા છે. નિફ્ટી ૫૭ પોઈન્ટ વધીને ૧૭૩૩૧ પોઈન્ટ પર અને સેન્સેક્સ ૧૫૬ પોઈન્ટ વધીને ૫૮૨૨૨ પોઈન્ટ પર બંધ થયો હતો.

ભારતીય શેરબજારમાં ગુરુવારે તેજીનો દિવસ રહ્યો હતો. દિવસ દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી વધારા સાથે બંધ થયા છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) સેન્સેક્સ ૧૫૬ પોઈન્ટ વધીને ૫૮,૨૨૨ પોઈન્ટ પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) નિફ્ટી ૫૭ પોઈન્ટ વધીને ૧૭,૩૩૧ પોઈન્ટ પર બંધ થયો હતો.

દિવસના કારોબાર દરમિયાન ઓટો, આઈટી, સરકારી બેંકો, મેટલ, રિયાલિટી, મીડિયા, એનર્જી, ઈન્ફ્રા અને ઓઈલ ગેસ શેર ઉછાળા સાથે બંધ થયા હતા. માત્ર એફએમસીજી અને ફાર્મા સેક્ટર જ નુકસાન સાથે બંધ થયા છે.

નિફ્ટી પેકમાં જેએસડબલ્યુ સ્ટીલ, હિન્દાલ્કો, કોલ ઈન્ડિયા, ટાટા સ્ટીલ, એલએન્ડટી, આઈસીઆઈસીઆઈ બેંક, એચસીએલ ટેક, ઈન્ફોસીસ, એક્સિસ બેંક, ટાટા મોટર્સ, અદાણી એન્ટરપ્રાઈઝ, વિપ્રો અને આઈટીસીનો સમાવેશ થાય છે. ભારતી એરટેલ, એચયુએલ, એચડીએફસી લિમિટેડ, બ્રિટાનિયા અને ડિવિસ લેબ્સ ગુમાવનારાઓમાં સામેલ હતા.

સેન્સેક્સ પેકમાં ટાટા સ્ટીલ, એલએન્ડટી, એચસીએલ ટેક, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસીસ, એક્સિસ બેંક, સન ફાર્મા અને એસબીઆઈનો સમાવેશ થાય છે. ભારતી એરટેલ, એચયુએલ, એચડીએફસી લિમિટેડ અને એચડીએફસી બેંક ખોટમાં સામેલ હતા.

ગુરુવારે ડોલર સામે રૃપિયામાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ડૉલરના મુકાબલે રૃપિયો ૨૮ પૈસા ઘટીને ૮૧.૯૦ રૃપિયા પર બંધ થયો છે. આજે સવારથી જ ડોલર સામે રૃપિયો ગગડી રહ્યો હતો અને ૧૧ પૈસા ઘટીને ૮૧.૬૩ પર ખુલ્યો હતો. ગઈકાલે ડોલર સામે રૃપિયો ૮૧.૫૨ના સ્તર પર બંધ થયો હતો.

 

 

(7:25 pm IST)