Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

હવે ટ્રેનમાં બેઠાબેઠા જ કરો વોટ્‍સએપ કોલ અને મંગાવો તમારૂ મનપસંદ ભોજન

ભારતીય રેલવેએ શરૂ કરી નવી સુવિધા રેલવેએ જારી કર્યો નંબર

નવી દિલ્‍હી તા. ૭ : ટ્રેનમાં મુસાફરી વખતે મળતું ભોજન જો તમને પસંદ નથી આવતું અને તમે આ ભોજન નથી ખાવા માંગતા તો તમારા માટે આ ખબર કામની છે. રેલવેએ તમારા માટે વધુ એક વિકલ્‍પ આપી દીધો છે. તમે વોટ્‍સએપ દ્વારા ભોજન ઓર્ડર કરી શકો છો. રેલવેની પીએસયુ આઈઆરસીટીસીએ આ નવી સુવિધા શરૂ કરી દીધી છે. તેના માટે તેમણે +૯૧-૮૭૫૦૦૦૧૩૨૩ નંબર પણ જાહેર કર્યો છે.

ટ્રેનોમાં અત્‍યાર સુધી ઈ કેટરિંગ દ્વારા ભોજન બુક કરાવી શકાતુ હતું. તેમાં ફક્‍ત બુક કરાવવાની સુવિધા હતી. તે વન-વે જ થતું હતું એટલે કે તમને કોઈ વિકલ્‍પ ન હતો કે તમે કોઈ સુચન આપવા માંગો છો. તો તેની કોઈ વ્‍યવસ્‍થા ન હતી.

યાત્રીઓની આ મુશ્‍કેલીઓને ધ્‍યાનમાં રાખીને આઈઆરસીટીસીએ ચેટબોલ શરૂ કરી છે. જેના માધ્‍યમથી યાત્રી પોતાનું ભોજન બુક કરાવી શકે છે. યાત્રીઓ દ્વારા આપવામાં આવેલા સુચનો અને ફિડબેકને બીજી ટ્રેનોમાં પણ લાગુ કરવામાં આવશે.

તેમાં તમે પોતાની પસંદગીની રેસ્‍ટોરન્‍ટમાંથી ભોજન મંગાવી શકો છો. એટલે કે તેમાં રેસ્‍ટોરન્‍ટનો વિકલ્‍પ પણ જોવા મળશે. હાલનો સમયમાં આઈઆરસીટીસી ઈ કેટરિંગ દ્વારા ૫૦૦૦૦ મીલ પ્રતિ દિવસ સપ્‍લાય કરી રહ્યું છે

(10:41 am IST)