Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

પરિમલભાઇનું પ્રેરણાદાયી કાર્યઃ દ્વારકાને એમ્બ્યુલન્સ અર્પણ કરી

દ્વારકા :  જામનગર પંથકના નિવાસી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પરિવારના વડીલ સદસ્ય અને આંધ્રના રાજ્યસભાના સભ્ય શ્રી  પરિમલભાઈ નથવાણીએ દ્વારકા શહેર માટે  એમ્બ્યુલન્સ અર્પણ કરી છે. કોરોના મહામારીમાં એમ્બ્યુલન્સની આ સવલત દ્વારકા શહેરને ખૂબ જ ઉપયોગી નીવડશે. દ્વારકા પાલિકાના પ્રમુખ જયોતિબેન સામાણી તથા ચીફ ઓફીસર ચેતનભાઇ હાડીયાએ, સાંસદ પરિમલભાઇ નથવાણીની એમ્બ્યુલન્સની સેવાને બીરદાવીને આભાર વ્યકત કર્યો હતો.  (દીપેશ સામાણી, દ્વારકા.)

(4:28 pm IST)
  • ઇઝરાઇલ સરકારે તેમની ધરતી પર ભારતીયોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો. (ન્યૂઝફર્સ્ટ) access_time 9:49 pm IST

  • ગુજરાતમાં નવા કોરોના દર્દીઓની સંખ્યા કરતા સાજા થયેલ દર્દીઓનો આંક વધી ગયો ગુજરાતમાં આજે મોડી સાંજ સુધીમાં 12545 નવા કોરોના કેસ નોંધાયા, જ્યારે ૧૩૦૨૧ દર્દીઓ સાજા થયા છે, આ સમયગાળામાં ૧૨૩ ના મોત થયા છે access_time 9:41 pm IST

  • સેન્સેક્સ ૪૯૦૦૦ ઉપર : મુંબઇઃ આજે શેરબજારમાં તેજીનો માહોલઃ બપોરે ૩ વાગ્યે સેન્સેક્સ ૨૮૨ પોઇન્ટ વધીને ૪૯૨૩૨ અને નીફટી ૧૦૪ પોઇન્ટ વધીને ૧૪૮૨૯ ઉપર છેઃ બેન્કીંગ શેરોમાં વેચવાલી access_time 3:58 pm IST