Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ – ૧૭૯ : દુઃખ

‘‘કુદરત બધાને સામ્રાજયવાન બનાવવા માંગે છે કુદરત-હમેશા રાજાઓ અને રાણીઓ જ બનાવે છે.પરંતુ આપણે કયારેય તે સ્‍વીકારતા નથી. તે સાચુ જ છે.''

તમે સત્‍યની નજીક આવી રહ્યા છો કે નહી તે માપવાનો એકજ  માપદંડ છે. આશીર્વાદ. તમે સત્‍યની જેટલા વધારે નજીક આવો છો- તેટલો જ આનંદ વધતો જાય છે. જેટલા સત્‍યથી દુર જાઓ છો, સંતાપ, વધતો જાય છે. દુઃખએ કઇ જ નહી પરંતુ સત્‍યથી અંતર છે આશીર્વાદ એ નીકતા, આત્‍મીયતા છે. અને જયારે કોઇ સત્‍ય સાથે એક થઇ જાય છે. ત્‍યારે અનંત આશીર્વાદ વરસે છે જેને દુર ના કરી શકાય કારણ કે હવે કોઇ જ અંતર નથી. તમારી અને સત્‍ય વચ્‍ચે કોઇ જ અંતર નથી.

સત્‍ય તમારા અસ્‍તીત્‍વના કેન્‍દ્રમાં રહે છે. પરંતુ આપણે પરીધી ઉપર રહીએ છીએ આપણે મહેલના આંગણમાં રહીએ-છીએ અને મહેલને તો સંપૂર્ણપણે ભૂલી ગયા છીએ આપણે નાનકડા આંગણાને સમજાવીએ છીએ અને વીચારીએ છીકે કે આજ બધુ છે.

આપણે જાતે બનેલા ભીખારી છીએ કુદરત બધાને સામ્રાજયવાન બનાવવા માગે છે. કુદરત ફકત રાજાઓ અને રાણીઓ જ ઉત્‍પન્ન કરે છે. પરંતુ આપણે તે સ્‍વીકારતા નથી આપણે આપણા દુઃખમાં ખૂશ છીએ દુઃખ આપણને કઇક આપે છે અને તે સહંકાર છ. દુઃખ અહંકાર આપે છે અને આશીર્વાદ તેને દુર કરે છ.ે

આપણે દુઃખ છીએ છતા પણ રહેવા માગીએ છીએ. આપણે-આપણી જાતને હટાવવા નથી માગતા અને આજ જુગાર છે વ્‍યકિતએ પોતાી જાતને હટાવવી જ પડશે. તો જ આશીર્વાદ અને સત્‍ય પ્રગટ થશે.

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૪ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(10:39 am IST)