Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

MSP હતો, MSP છે, MSP રહેશે... આંદોલન ખત્‍મ કરો

કોરોના, આત્‍મનિર્ભર, ખેડૂત આંદોલન, સરકારની ઉપલબ્‍ધિઓ અંગે રાજ્‍યસભામાં પીએમ મોદીએ રાષ્‍ટ્રપતિના અભિભાષણ પર કર્યું સંબોધન : ખેડૂતોને ફરી વાતચીતનું આમંત્રણ આપ્‍યું : વિપક્ષ પર સાધ્‍યુ નિશાન : લોકશાહી ‘સત્‍યમ - શિવમ્‌ - સુંદરમ' પર આધારિત

પ્રધાનમંત્રીનરેન્‍દ્ર મોદીએ  રોજ રાજયસભાને સંબોધિત કરતા કોરોના, કોરોના વેકસીન, આત્‍મનિર્ભર, આર્થિક સ્‍થિતિ, ખેડૂત આંદોલન, ચીન તેમજ અન્‍ય મુ્‌દદા પર રાજ્‍યસભામાં સંબોધન કર્યું હતું તેમજ રાષ્‍ટ્રપતિના અભિભાષણનો જવાબ આપ્‍યો હતો અને સરકારની દરેક ઉપલબ્‍ધિઓને પણ ગણાવી હતી. કૃષિ કાયદાના મુદ્દા પર ચાલી રહેલા આંદોલનને લઇ પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ટેકાના ભાવ હતા, છે અને રહેશે. એવામાં ખેડૂતોના આંદોલનને ખત્‍મ કરવું જોઇએ અને ચર્ચા ચાલુ રાખવી જોઇએ. આ સિવાય કેટલાંય મુદ્દા પર પીએમ મોદીએ વિપક્ષ પર કટાક્ષ કર્યા.

આપણે એ ના ભૂલવું જોઇએ કે કેટલાંક લોકો આપણને ખાસ કરીને પંજાબના ખાસ કરીને શીખ ભાઇઓના મગજમાં ખોટી વસ્‍તુઓ ભરવામાં લાગ્‍યા છે. આ દેશ દરેક શીખ માટે ગર્વ કરે છે. દેશ માટે તેમને શું નથી કર્યું. તેમને જીતવાનો આપણો આદર કરીએ એટલો ઓછો છે. મારું ભાગ્‍ય રહ્યું છે કે મને પંજાબની રોટલી ખાવાની તક મળી છે. જે ભાષા તેમના માટે કેટલાંક લોકો બોલે છે તેમને ગુમરાહ કરવાનો જે લોકો પ્રયાસ કરે છે તેનાથી કયારેય દેશનું ભલું થશે નહીં.

ખેડૂત આંદોલન અંગે કહ્યું કે, આંદોલન જીવી ટોળકીથી બચીને રહેજો. અમે બુધ્‍ધિજીવી સાંભળ્‍યું હતું પરંતુ કેટલાક લોકો આંદોલન જીવી બની ગયા છે. દેશમાં કંઇપણ હોય તો પહોંચી જાય છે. ક્‍યારેક પડદાની પાછળ અને ક્‍યારેક આગળ એવ લોકોથી બચીને રહેવું જોઇએ. આંતરરાષ્‍ટ્રીય ષડયંત્ર એફડીઆઇ મેદાનમાં કુદયું છે તે અંગે પણ જોરદાર ચીટીંયો ભર્યો છે.

ગૃહના માધ્‍યમથી નિમંત્રણ આપું છું કે આદરણીય સભાપતિજી એ વાત નિતિ છે કે આપણી ખેતીને ખુશાલી બનાવા માટે આ સમયને ગુમાવવો જોઇએ નહીં. પીએમે કહ્યું કે આપણા કૃષિમંત્રી સતત ખેડૂતોની સાથે વાતચીત કરી રહ્યા છે. હજુ સુધી કોઇ તણાવ પેદા થયો નથી. એકબીજાની વાત સમજવાનો, સમજાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. અમે આંદોલન કરનારાઓને પ્રાર્થના કરીએ છીએ કે આંદોલન કરવાનો બધાનો હક છે. પરંતુ આ રીતે વૃદ્‍ઘ લોકો બેઠા છે એ યોગ્‍ય નથી તમે તેમને લઇ જાઓ. તમે આંદોલનને ખત્‍મ કરો. આગળ વધવા માટે સાથે બેસીને ચર્ચા કરીશું. હું ગૃહના માધ્‍યમથી પણ નિમંત્રણ આપું છું.

આપણે આગળ વધવું જોઇએ, દેશને પાછળ લઇ જવો જઇએ નહીં, પક્ષો હોય વિપક્ષ હોય આ સુધારાઓને આપણે તક આપવી જોઇએ. આ પરિવર્તનથી લાભ થાય છે કે નહીં. કોઇ કમી હોય તો ઠીક કરીશું, એવું તો નથી કે બધા દરવાજા બંધ કરી દીધા હોય. આથી જ હું કહું છું કે વિશ્વાસ અપાવું છું કે મંડીઓ આધુનિક બનશે, વધુ પ્રતિસ્‍પર્ધી બનશે. ટેકાના ભાવ છે , હતા અને રહેશે. આ સદનની પવિત્રતા સમજો. મહેરબાની કરીને ભ્રમ ના ફેલાવીએ કારણ કે દેશે આપણને વિશિષ્ટ જવાબદારી સોંપી છે.

પીએમ મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની વાતને યાદ કરતાં કહ્યું કે ખેતી સાથે જોડાયેલા એક બજારની વકાલત કરી હતી. મોદીએ કહ્યું કે મજા એ છે જે લોકો પોલિટિકલ નિવેદનબાજી કરે છે ઉછળી-ઉછળીને, તેમની સરકારોએ પણ પોત-પોતાના રાજયોમાં થોડુંકઘણું તો કર્યું જ છે. કોઇએ કાયદાની મંશા પર પ્રશ્ન ઉઠાવ્‍યો નથી. ફરિયાદ એ છે કે રીત ઠીક નહોતી જલ્‍દી કરી દીધું આવું તો રહે છે. આ તો પરિવારમાં લગ્ન થાય તો ફોઇ નારાજ થઇને કહે છેમને કેમ ના બોલાવી આવું તો રહે છે આટલો મોટો પરિવાર છે તો આવું તો રહે જ છે.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, ગૃહમાં ખેડૂત આંદોલન વિશે ઘણી ચર્ચા થઈ. મોટાભાગના સમયમાં જે વાતો થઇ તે આંદોલન અંગે વાત થઇ. કંઇ વાતને લઇ આંદોલન છે, તેના પર મૌન રહ્યા. જે મૂળભૂત વાત છે, સારું થાત કે તેના પર ચર્ચા થાત. આપણા કૃષિમંત્રીએ જે પ્રશ્ન પૂછયા છે તેનો જવાબ તો મળશે નહીં. હું આદરણીય હું આદરણીય દેવેગૌડા જીનો ખૂબ આભારી છું. તેમણે આ ચર્ચાને ગંભીરતાથી સાંભળી. તેમણે સારા પ્રયત્‍નોની પણ પ્રશંસા કરી અને તેમને સૂચનો પણ આપ્‍યા. પીએમએ કહ્યું કે હું આજે પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહની વાતનો ઉલ્લેખ કરવા માંગુ છું. તેમનું નિવેદન છે કે જો ખેડૂતોની વસતી ગણતરીને ધ્‍યાનમાં લઇ તો ૩૩્રુ ખેડૂત એવા છે જેમની પાસે બે વીઘાથી ઓછી જમીન છે, બે વીઘા પણ નથી. ૧૮ ટકા ખેડૂતો જે કહેવાય છે તેમની પાસે બે વીઘાથી ચાર વીઘા જમીન છે. આ ૫૧્રુ ખેડૂતો ગમે તેટલી મહેનત કરે પોતાની થોડીક જમીન પર ઇમાનદારીથી તેમનું ગુજરાન ચાલી શકે નહીં. નાના ખેડૂતોની દયનીય સ્‍થિતિથી હંમેશાં ચૌધરી ચરણસિંહને પરેશાન કરતી હતી.

પીએમ મોદીએ કહ્યું, ‘યાદ કરો, હું બે-ત્રણ વર્ષ પહેલાં અહીં આ ગૃહનું ભાષણ સાંભળતો હતો. મોબાઇલ ક્‍યાં છે, લોકો ડિજિટલ ટ્રાંઝેક્‍શન કેવી રીતે કરશે.' આજે યુપીઆઈ તરફથી દર મહિને ચાર લાખ કરોડનું ટ્રાંઝેક્‍શન થાઇ રહ્યું છે. પાણી હોય, આકાશ હોય, અંતરિક્ષ હોય  ભારત દરેક ક્ષેત્રમાં તેની સંભાવના સાથે ઉભું છે. સર્જિકલ સ્‍ટ્રાઈક હોય, એર સ્‍ટ્રાઇક હોય વિશ્વએ ભારતનું પરાક્રમ જોયું છે.

પીએમ મોદીએ કહ્યું, ‘હું ગૃહની સામે એક ક્‍વોટ મૂકવા માંગુ છું.' આપણું લોકતંત્ર કોઈ પણ રીતે વેસ્‍ટર્ન ઇન્‍સ્‍ટિટ્‍યુશન નથી. આ એક હ્યુમન ઇન્‍સ્‍ટિટ્‍યુશન છે. ભારતનો ઇતિહાસ લોકતાંત્રિક સંસ્‍થાઓના દાખલાઓથી ભરેલો છે. પ્રાચીન ભારતમાં ૮૧ ગણતંત્રોનું વર્ણન આપણને મળે છે. આજે દેશવાસીઓને ભારતના રાષ્ટ્રવાદ પર ચારેબાજુથી થતા હુમલાથી ચેતવવાની જરૂર છે. ભારતનો રાષ્ટ્રવાદ ના તો સાંકડો છે, ના તો સ્‍વાર્થી અને ના તો આક્રમક છે. આ સત્‍ય શિવમ સુંદરમના મૂલ્‍યોથી પ્રેરિત છે. આદરણીય સભાપતિજી આ કોટેશન આઝાદ હિંદ ફોજની પ્રથમ સરકારના પ્રથમ પ્રધાનમંત્રી નેતાજી સુભાષચંદ્ર બોઝનું છે. અને યોગાનુયોગ આજે આપણે તેમની ૧૨૫મી જન્‍મજયંતી ઉજવી રહ્યા છીએ. દુર્ભાગ્‍યપૂર્ણ છે કે આપણે અજાણતાં નેતાજીની આ લાગણી, નેતાજીના આ વિચારો, નેતાજીના આ આદર્શોને ભૂલી ગયા છીએ. અને પરિણામ એ છે કે આજે આપણા જ આપણને કોસી રહ્યા છે.

પીએમ મોદીએ વિપક્ષને આડે હાથ લેતા કહ્યું કે અહીં લોકતંત્રને લઇ ખૂબ ઉપદેશ અપાય છે. તેમણે કહ્યું કે ભારતનું લોકતંત્ર એવું નથી કે તેની ખાલ આપણે ઉઝેડી શકીએ છીએ. હું ડેરેક (ઓ'બ્રાયન) જીની વાત સાંભળી રહ્યો હતો. જોરદાર શબ્‍દોનો પ્રયોગ થઇ રહ્યો હતો. હું સાંભળી રહ્યો હતો ત્‍યારે હું વિચારી રહ્યો હતો કે આ બંગાળની વાત છે? કોંગ્રેસના આપણા (પ્રતાપ સિંહ) બાજવા સાહેબ બોલી રહ્યા હતા, મને લાગી રહ્યું હતું થોડીવારમાં તેઓ ૮૪ સુધી પહોંચી જશે. ખેર એવું થયું નહીં. કોંગ્રેસ દેશને બહુ નિરાશ કરે છે, એક વખત ફરીથી એ જ કર્યું.

મોદીએ કહ્યું કે આપણે ત્‍યાં કોરોનાને લઇ ડરાવાની કોશિષો પણ થઇ. કેટલાંય નિષ્‍ણાતોએ પોતાની સમજના હિસાબથી કહ્યું. આજે દુનિયા એ વાત પર ગર્વ કરી રહ્યું છે કે ભારતે કોરોનાથી લડાઇમાં મહત્‍વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. આ લડાઇ જીતવાનો યશ કોઇ સરકારને જતો નથી પરંતુ ભારતને તો જાય છે. વિશ્વની સામે આત્‍મવિશ્વાસથી બોલવામાં શું જાય છે. પીએમે કહ્યું કે તમારા સોશિયલ મીડિયા પર જોયું હશે, ફૂટપાથ પર ઝૂંપડીમાં રહેનાર માતા પણ બહાર દીવડો પ્રગટાવીને બેઠી છે. પરંતુ આપણે તેમની ભાવનાઓની મજાક બનાવી રહ્યા છે? તેમની મજાક ઉડાવી રહ્યા છે. તેમણે કહ્યું વિરોધ કરવા માટે કેટલાં મુદ્દા છે અને કરવો પણ જોઇએ પરંતુ એવું ના કરવું જોઇએ કે દેશનું મનોબળ તૂટે.

મારી સરકાર ગરીબોને સમર્પિત

વડાપ્રધાન મોદીએ રાજ્‍યસભામાં કહ્યું કે, જળ, આકાશ, જમીન, અંતરીક્ષ ભારત દરેક ક્ષેત્રમાં રક્ષા માટે તેમના સામર્થ્‍યની સાથે ઉભું છે. મારી જ્‍યારે નેતા તરીકે પસંદગી કરવામાં આવી ત્‍યારે મેં ભાષણમાં કહ્યું હતું કે, મારી સરકાર ગરીબોને સમર્પિત છે. તેજ નિતીથી જ આગળ કાર્ય કરી રહ્યો છું.

રાજ્‍યસભામાં વાંચી કવિતા

મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, દેશ હવે આઝાદીના ૭૫મી વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે, એવામાં દરેકનું ધ્‍યાન દેશ માટે કંઈક કરવું જરૂરી છે. આ સંકટના સમયમાં દુનિયાની નજર ભારત પર છે. વડાપ્રધાને આ દરમિયાન મૈથિલીશરણ ગુપ્તની કવિતા ‘અવસર તેરે લિએ ખડા હૈ, ફિર ભી તૂ ચૂપચાપ પડા હૈ' પણ ગૃહમાં રજૂ કરી.

(1:20 pm IST)