Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

મોદી હૈ મૌકા લીજીયે... આંદોલનજીવી... ફઇનું રિસાઇ જવું...

રાજ્‍યસભામાં નરેન્‍દ્રભાઇએ પોતાના ખાસ અંદાજમાં વિપક્ષોને ધોઇ નાખ્‍યા : હસતા - હસાવતા ભારે ચાબખા માર્યા : ખેડૂત નેતાઓને મંત્રણા માટે ફરી નિમંત્રણ આપ્‍યું : વિપક્ષોને કહ્યું કે રાષ્‍ટ્રપતિનું ભાષણ સાંભળ્‍યું હોત તો સારૂં થાત

નવી દિલ્‍હી તા. ૮ : વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી આજે રાજ્‍યસભામાં રાષ્‍ટ્રપતિના પ્રવચનના ધન્‍યવાદ પ્રસ્‍તાવનો જવાબ આપતા પોતાના ખાસ અંદાજમાં વિપક્ષો ઉપર તૂટી પડયા હતા.

પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી એ સોમવારના રોજ રાજયસભામાં એક કલાકથી પણ વધુ લાંબુ ભાષણ આપ્‍યું. તેઓ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્‍યવાદ પ્રસ્‍તાવનો જવાબ આપી રહ્યા હતા. પોતાના ભાષણમાં પ્રધાનમંત્રી કેટલીય વખત વિપક્ષને લઇ ચુટકીલી ટિપ્‍પણીઓ કરી જેના પર ગૃહમાં હાસ્‍યની છોળો રેલાઇ. ભાષણ ખત્‍મ કરતાં-કરતાં પણ મોદીએ કંઇક એવા શબ્‍દો કહી દીધા કે રાજયસભામાં હાસ્‍યનું મોજું ફરી વળ્‍યું. મોદીએ સાંસદોને કહ્યું કે તમે લોકો કોવિડ)ના લીધે કયાંય બહાર જઇ શકતા નથી ઉપરથી ઘરમાં કચ-કચ થતી હશે. એવામાં બધી ભડાસ મારા પર નીકાળીને તમે ખુશીથી ઘરે જઇ શકો છો. ભાષણ ખત્‍મ કરતાં સમયે મોદી એ કહ્યું કે આ આનંદ લેતા રહો ‘મોદી હૈ મોકા લીજીએ'. પીએમનું આટલું કહેતા જ ગૃહમાં હાસ્‍યનું મોજું ફરી વળ્‍યું.

ગૃહમાં જે રીતની ચર્ચા થઇઅને હું સાચું કહું છું. ચર્ચાનું સ્‍તર પણ સારું હતું*વાતાવરણ પણ સારું હતું. આ બરાબર છે તેનાથી કોને લાભ થયો છે. મારા પર પણ કેટલાં પ્રહારો થયા. દરેક રીતે જે પણ કંઇ કહેવાતું તે કહ્યું. પરંતુ મને ખૂબ આનંદ થયો કે હું કમ સે કમ તમારા કામ તો આવ્‍યો. જુઓ એક તો તમારા મનમાં કોરોનાના લીધે બહુ અવરજવર થતી નહીં હોય ફસાયેલા રહેતા હશો અને ઘરમાં પણ કચ-કચ ચાલતી હશે. હવે આટલો બધો ગુસ્‍સો અહીં નીકાળી દીધો તો તમારું મન કેટલું હલકું થઇ ગયું. તમે ઘરની અંદર ખુશી-ચેનથી સમય પસાર કરી શકશો. તો આ આનંદ જો  તમને મળે છે તેના માટે હું કામ આવ્‍યો એ પણ હું મારું સૌભાગ્‍ય માનું છું. અને હું ઇચ્‍છીશ કે આ આનંદ સતત લેતા રહો. ચર્ચા કરતાં રહો સતત ચર્ચા કરતાં રહો ગૃહને જીવંત બનાવીને રાખો. મોદી હૈ મોકા લીજીએ ખૂબ ખૂબ આભાર.

પીએમ મોદીએ ગૃહમાં કહ્યું કે આપણે લોકો કેટલાંક શબ્‍દોથી ખૂબ પરિચિત છીએ. શ્રમજીવી ‘બુદ્ધિજીવી' આ બધા શબ્‍દોથી પરિચિત છીએ. પરંતુ હું જોઇ રહ્યો છું કે છેલ્લાં કેટલાંક સમયથી આ દેશમાં એક નવી જમાત પેદા થઇ છે અને તે છે આંદોલનજીવી. આ જમાતને તમે જોશો કે વકીલોનું આંદોલન છે, ત્‍યાં દેખાશે. સ્‍ટુડન્‍ટનું આંદોલન છે ત્‍યાં દેખાશે ‘મજૂરોનું આંદોલન છે ત્‍યાં દેખાશે' કયારેક પડદાની પાછળ તો કયારેક પડદાની આગળ. આ આખી ટોળકી છે જે આંદોલનજીવી છે. તેઓ આંદોલન વગર જીવી શકતા નથી. આપણે આવા લોકોને ઓળખવા પડશે.

(3:40 pm IST)