Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

તો MSPની ગેરન્‍ટી ઉપર કાનૂન બનાવો : ટિકૈત

‘એમએસપી થા, હૈ ઔર રહેગા' વડાપ્રધાનના ધમાકેદાર નિવેદનનો રાકેશ ટિકૈતે વળતો જવાબ આપ્‍યો : આ આંદોલન રાજકીય નથી : બતાવો ક્‍યા રાજકીય લોકો સામેલ છે ? : નાના ખેડૂતોનું આંદોલન છે

નવી દિલ્‍હી તા. ૮ : પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીની આંદોલન પૂર્ણ કરવાની અપીલ પર ખેડૂત નેતા રાકેશ ટીકૈતનું નિવેદન સામે આવ્‍યું છે. ટિકૈત કહ્યું કે MSP પર સરકાર કાયદો બનાવે, નાના ખેડૂતો જ પ્રદર્શન કરી રહ્યાં છે.ᅠ

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે મે એ માગ કરી છે કે MSP પર સરકાર કાયદો બનાવે. MSP પર કાયદો બનશે તો દેશના ખેડૂતોને ફાયદો થશે. આ આંદોલનમાં નાના ખેડૂતો જ પ્રદર્શન કરી રહ્યાં છે.ᅠ

રાકેશ ટિકૈતે કહ્યું કે સરકાર સાથે અમારી કમિટી વાત કરશે. આ રાજકીય આંદોલન નથી. રાજકીય લોકો આંદોલનમાં ક્‍યાં છે.ᅠ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રમોદીના ખેડૂતોને આંદોલન પૂર્ણ કરવાની અપીલ પર ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે ટિપ્‍પણી કરી. ટિકૈતે કહ્યું કે ભૂખ પર વેપાર ન થવો જોઇએ. એવા કરનારાઓને બહાર નીકાળી દેવા જોઇએ.ᅠ

વાતચીતના અવસર પર રાકેશ ટિકૈતે કહ્યું કે જો વાતચીત કરવા ઇચ્‍છે છે તો અમે તૈયાર છીએ. પરંતુ અમારું પંચ પણ એ જ છે અને મંચ પણ એ જ છે. ટિકૈતે કહ્યું કે આ બિલોને પરત ખેંચીને MSP પર કાયદો બનાવો જોઇએ.ᅠ

ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે સરકાર ૧૫ સંશોધન કરવા ઇચ્‍છે છે, પરંતુ તેને પરત ખેંચી લે અને પછી આગળની વાત કરવામાં આવશે.ᅠ

પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ કહ્યું કે જયારે લાલ બહાદુર શાસ્ત્રીને જયારે કૃષિ સુધારાઓ કરવા પડ્‍યા ત્‍યારે તેમને પણ મુશ્‍કેલીનો સામનો કરવો પડ્‍યો હતો. પરંતુ તેઓ પીછે હટ્‍યા નહોતાં. ત્‍યારે લેફટવાળા કોંગ્રેસને અમેરિકાના એજન્‍ટ બતાવતા હતા, આજે મને પણ તે ગાળો આપવામાં આવી રહી છે.

પીએમ મોદીએ અપીલ કરતા કહ્યું કે આંદોલનકારીઓને સમજતા અમારે આગળ વધવાનું છે, ગાળોને મારા ખાતામાં જવા દો પરંતુ સુધારાને થવા દો. પીએમ મોદીએ કહ્યું કે વડીલો આંદોલનમાં બેઠા છે, તેઓને ઘરે જવું જોઇએ. આંદોલન પુરુ કરો અને ચર્ચા આગળ ચાલતી રહે. ખેડૂતો સાથે સતત વાતચીત ચાલી રહી છે.ᅠ

પીએમ નરેન્‍દ્ર મોદીએ રાજયસભામાં સંબોધન કરતા કહ્યું કે ચૂંટણીના સમયે લોનમાફી ᅠઆપવામાં આવે છે, પરંતુ તેનાથી નાના ખેડૂતોને ફાયદો થતો નથી. પરંતુ છેલી પાક વીમા યોજના પણ મોટા ખેડૂતો માટે હતી, જે માત્ર બેંકમાંથી લોન લેતો હતો.ᅠ

પીએમ મોદીએ કહ્યું ૨૦૧૪માં અમારી સરકાર આવતા કેટલાંક પરિવર્તન કરવામાં આવ્‍યાં અને પાક વીમાનું ક્ષેત્ર વધારવામાં આવ્‍યું. પીએમ મોદીએ કહ્યું કે પાક વીમા યોજના હેઠળ ૯૦ હજાર કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવી. અમે અંદાજે ૧.૭૫ કરોડ લોકો સુધી ખેડૂત ક્રેડિટ કાર્ડ પહોંચાડ્‍યાં.ᅠ

પીએમ મોદીએ કહ્યું કે અમે ખેડૂત સમ્‍માન નિધિ યોજના લાગુ કરી, દસ કરોડ પરિવારોને તેનો લાભ મળ્‍યો અને ૧.૧૫ લાખ કરોડ ખેડૂતોના ખાતામાં ગયા છે. બંગાળમાં રાજનીતિ વચ્‍ચે ન આવી હોત તો ત્‍યાંના લાખો ખેડૂતોને તેનો લાભ મળી શક્‍યો હોત. અમે ૧૦૦ ટકા ખેડૂતોને સોયલ હેલ્‍થ કાર્ડ રજૂ કર્યાં.

(4:39 pm IST)