Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં

અનેક શહેરોમાં લાગ્યું લોકડાઉન અથવા નાઈટ કફર્યૂ

બંધ દુકાનો, સૂમસામ બજારો અને ખાલી રસ્તાઃ દેશમાં કોરોનાની બીજી લહેર બની ઘાતકઃ વધી રહ્યું છે કોરોના સંક્રમણ

નવી દિલ્હી, તા.૯: જેમ જેમ કોરોના બેકાબૂ થઈ રહ્યો છે રાજયો અને શહેરોમાં પાબંધીઓ સખત થઈ રહી છે. કોરોના મહામારીને રોકવા માટે રાજય સરકારે જિલ્લા પ્રશાસન લોકડાઉન અને નાઈટ કર્ફ્યૂ લગાવવાની જાહેરાત કરી રહી છે. તો જાણો કયા શહેરોમાં સંપૂર્ણ લોકડાઉન લગાવાયું છે અને છેલ્લા ૨૪ કલાકમાં કયાં લોકડાઉન અને નાઈટ કર્ફ્યૂ જાહેર કરાયો છે.

 યૂપીમાં કોરોના વાયરસના વધતા સંક્રમણ પર અંકુશ રાખવાના હેતુથી ગાઝિયાબાદ, નોઈડા, બરેલી અને મેરઠ જિલ્લા પ્રશાસને કર્ફ્યૂની જાહેરાત કરી છે. બરેલીમાં ૨૦ એપ્રિલ સુધી રાતના ૯દ્મક સવારના ૬ સુધી કર્ફ્યૂ રહેશે. ગાઝિયાબાદમાં ૧૭ એપ્રિલથી રાતના ૧૦દ્મક સવારના ૫ સુધી તો મેરઠમાં ૧૮ એપ્રિલથી કર્ફ્યૂની જાહેરાત થશે. આ પહેલા પણ યૂપીના પ્રયાગરાજ, વારાણસી અને લખનઉમાં કોરોના કર્ફ્યૂ લગાવવાની જાહેરાત થઈ હતી.

કોરોના કેસ વધતા એમપીમાં ૫ જિલ્લામાં ૭-૯ દિવસનું સંપૂર્ણ લોકડાઉન લાગૂ કરાયું છે. ભોપાલના કોલારમાં શુક્રવારે સાંજે ૬ વાગ્યાથી ૯ દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે. પાંચ જિલ્લામાં ૭-૯ દિવસનું લોકડાઉન રહેશે. તેમાં રતલામ, બૈતૂલ, કટની, ખરગોન, છિંદવાડા જિલ્લા સામેલ છે. આ પહેલા પણ પ્રદેશમાં શુક્રવારે ૬ વાગ્યાથી સોમવારે સવારે ૬ વાગ્યા સુધી એટલે કે ૬૦ કલાકનું લોકડાઉન લગાવવાની જાહેરાત કરાઈ છે.

અહીંના ઉપરાજયપાલ મનોજ સિન્હાએ કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે ગુરુવારે જમ્મૂ શ્રીનગર સહિતના ૮ જિલ્લામાં રાત્રિ કર્ફ્યૂ લગાવવાની જાહેરાત કરી છે. આ નાઈટ કર્ફ્યૂ આજથી પ્રભાવી થશે. આ કર્ફ્યૂ રાતે ૧૦થી સવારના ૬ વાગ્યા સુધી પ્રભાવી રહેશે. આ જિલ્લામાં જમ્મૂ, ઉધમપુર, કઠુઆ, શ્રીનગર, બારામુલા, બડગામ, અનંતનાગ અને કુપવાડા.

કોરોના વધતા સંક્રમણના કારણે રાજસ્થાનના ૮ શહેરોમાં કોરોના કર્ફ્યૂ લગાવાયો છે. અહીં રાતના ૮દ્મક સવારના ૬ વાગ્યા સુધી આવનારા આદેશ સુધી કોરોના કર્ફ્યૂની જાહેરાત કરાઈ છે. જેમાં જયપુર, અજમેર, ભીલવાડા, જોધપુર, કોટા, ઉદયપુર, સાગવાડા અને કુશલગઢનો સમાવેશ થાય છે.

ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે રાતના કર્ફ્યૂને ૨૦ અન્ય શહેરોમાં રાતના ૮થી સવારના ૬ સુધી ૩૦ એપ્રિલ સુધી લાગૂ કરાયો છે ગુજરાતના ૪ પ્રમુખ શહેરોમાં રાતનો કર્ફ્યૂ પહેલાથી લાગૂ છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સિવાય જયાં રાતનો કર્ફ્યૂ લાગૂ થયો છે તેમાં જામનગર, ભાવનગર, જૂનાગઢ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, દાહોદ, પાટણ, ગોધરા, ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર અને અમરેલી સામેલ છે.

મહારાષ્ટ્ર અને પંજાબના તમામ શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લાગૂ છે. અહીં આવનારા આદેશ સુધી રાતના ૮થી સવારના ૭ વગ્યા સુધી કર્ફ્યૂ કાયમ રહેશે. પંજાબમાં ૩૦ એપ્રિલ સુધી રાતના ૯થી સવારના ૫ સુધી, કર્ણાટકના બેંગલુરુ, મૈસુર, મંગલુરુ, કલબુર્ગી, બિદર, તુમાકુરુ, ઉડુપી, મનિપાલમાં ૨૦ એપ્રિલ સુધી રાતના ૧૦થી સવારના ૫ સુધી તો ઓરિસ્સાના સુંદરગઢ, બારગઢ, સંબલપુર, બાલાંગીર, નૌપડા, કાલાહાંડી, મલકાનગિરિ, કોપાપુટ, નબરંગપુર, ઝારસુગુડામાં આવનારા આદેશ સુધી રાતના ૧૦થી સવારના ૫ વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ જાહેર કરાયો છે.

કેટલાક શહેરોમાં સંપૂર્ણ લોકડાઉન છે જેમાં છત્તીસગઢના રાયપુર, દુર્ગને સંપૂર્ણ લોક કરાયું છે. એમપીના રતલામ, બૈતૂલ, કટની અને ખરગોન, ભોપાલ, છિંદવાડા, શાઝાપુર લોકડાઉનમાં છે. તો તમિલનાડુમાં ૩૦ એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરાયું છે.

(10:09 am IST)