Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

ઓનલાઇન રજીસ્‍ટ્રેશન કરાવી નિમંત્રિત થયેલ ચાહક વર્ગ બહોળી સંખ્‍યામાં ઉમટી પડયો : કતારો લાગી

રાજકોટ : ‘ગુજરાત્રી' પ્રસ્‍તુત ‘કોકટેલ' ના ચાહક વર્ગે વચ્‍ચે કોરોના કાળના કારણે ઓનલાઇન કાર્યક્રમ નિહાળવો પડયો હતો. ત્‍યારે લાંબા સમય પછી પ્રત્‍યક્ષ કાર્યક્રમ માણવાનો મોકો મળતા વિશાળ સંખ્‍યામાં ચાહક વર્ગ ઉમટી પડયો હતો. કાર્યક્રમના નિમંત્રણ કાર્ડ મેળવવા  નિઃશુલ્‍ક રજીસ્‍ટ્રેશન વેબસાઇટ ઉપર કરવામાં આવ્‍યુ હતુ. આ રીતે રજીસ્‍ટે્રશન કરાવ્‍યા બાદ હોલમાં પ્રવેશ માટે ચાહકોએ કતારો લગાવી દીધી હતી. હોલના વિનયી અને વિવેકી સ્‍ટાફે શાંતિપૂર્વક ચકાસણીનું કાર્ય સંભાળી માનભેર તમામને પ્રવેશ આપ્‍યો હતો. તે સમયની તસ્‍વીરો નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

 

(1:34 pm IST)