Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

પૂર્વ બોલર વેંકટેશ પ્રસાદે સાધ્યું રોહિત શર્મા પર સાધ્યું નિશાન : ઈશાન કિશનને બહાર કરવા પર ઉઠાવ્યા સવાલ

પ્રસાદે કહ્યું - ગિલ માટે પુષ્કળ સમય,પરંતુ બેવડી સદી ફટકારનારને ડ્રોપ કરવાનો કોઈ અર્થ નથી: જો ગિલને રમાડવો હોય તો તેને નંબર-3 પર રમાડો અને કેએલ રાહુલની જગ્યાએ ઈશાનને વિકેટકીપિંગ કરવા દો

મુંબઈ : ભારતીય ટીમના પૂર્વ બોલર વેંકટેશ પ્રસાદે રોહિત શર્મા પર નિશાન સાધ્યું છે,તેણે ટ્વીટ કરીને ભારતીય ટીમના કેપ્ટન પર સવાલોના નિશાન તાક્યા હતા. ભારતીય ટીમની ઓપનીંગ જોડીના રુપમાં રોહિત શર્મા અને શુભમન ગિલ જોવા મળનાર છે 

  પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માને તેના પરત ફરવાને લઈ ઓપનીંગ જોડીને લઈને સવાલ કરવામાં આવ્યો હતો. જે સવાલના જવાબમાં કહ્યુ હતુ કે, “તે દુર્ભાગ્યપૂર્ણ છે કે અમે ઇશાનને ખવડાવી શકીશું નહીં. છેલ્લા આઠ-નવ મહિનામાં અમારા માટે જે રીતે વસ્તુઓ રહી છે અને ODIમાં અમારા માટે જે રીતે વસ્તુઓ રહી છે તે જોતાં ગિલને તક આપવી યોગ્ય રહેશે અને તેણે તે સ્તરે અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે

   સોશિયલ મીડિયા પર વેંકટેશ પ્રસાદે પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. તેણે ટ્વીટ કરતા લખ્યુ હતુ કે, “મને લાગે છે કે તે યોગ્ય રહેશે કે ભારત માટે છેલ્લી ODIમાં બેવડી સદી ફટકારનાર બેટ્સમેનને અને તે શ્રેણીમાં જ્યાં ભારત બે મેચ હારી ગયું હતું, તેને તક આપવામાં આવે. ગિલ માટે પુષ્કળ સમય છે. પરંતુ બેવડી સદી ફટકારનારને ડ્રોપ કરવાનો કોઈ અર્થ નથી અને જો તમારે ગિલને રમાડવો હોય તો તેને નંબર-3 પર રમાડો અને કેએલ રાહુલની જગ્યાએ ઈશાનને વિકેટકીપિંગ કરવા દો.”

(9:45 pm IST)