Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

ચીનમાં કોવિડ ટેસ્ટ કિટ બનાવનાર ફેક્ટરીમાં હિંસા: પ્રદર્શનકારીઓએ પોલીસ પર દવાઓના બોક્સ ફેંક્યા

- કોરોનાના કારણે ચીનના નાગરિકોનું જીવન ફરી બેહાલ:ચીનમાં હિંસાના દ્રશ્યો :આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ

ચીનમાં હાલમાં ફરી કોરોનાનું તાંડવ જોવાયુ છે,હોસ્પિટલ, કબ્રસ્તાન અને સ્માશાનની બહાર અનેક લાઈનો જોવાઈ છે, કોરોનાના કારણે ચીનના નાગરિકોનું જીવન ફરી બેહાલ થયું છે. તેવામાં ચીનમાં હિંસાના દ્રશ્યો જોવા મળ્યા હતા. ચીનમાં કોવિડ ટેસ્ટ કિટ બનાવનાર ફેક્ટરીમાં રવિવારે હિંસા થઈ હતી. પ્રદર્શનકારીઓએ પોલીસ પર દવાઓના બોક્સ પણ ફેંક્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે

  મીડિયા રિપોર્ટસ અનુસાર ચૂંગચીંગ શહેરમાં કોવિડ ટેસ્ટે કિટ બનાવતી જાયબાયો કંપનીના ઘણા કર્મચારીઓને નોકરીમાંથી કાઢવામાં આવ્યા હતા અને તેમને પગાર આપવામાં આવ્યો ન હતો. જેને કારણે કર્મચારીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતુ. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પ્રદર્શનકારીઓ પોલીસ પર દવાઓના ખાલી બોક્સ ફેંકી રહ્યા છે. પ્રદર્શનકારીઓ નારા લગાવી રહ્યા છે કે અમારા પૈસા પાછા આપો. કંપની હવે ઓછું પ્રોડક્શન કરવા માંગે છે, તેથી તેણે વધારાના લોકોને નોકરીમાંથી કાઢયા હતા

(9:49 pm IST)