Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

ઈન્ડોનેશિયામાં 7,9ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ :માલુકુમાં ખતરનાક આંચકાથી ધરતી ધ્રુજી :સુનામીની પણ ચેતવણી

વનુઆતુના દરિયાકાંઠાની નજીક સુનામીનો ખતરો:પહેલીવાર એલર્ટ જારી કરાયા બાદ વનુઆતુના કેટલાક લોકો ઊંચા સ્થળો પર પહોંચ્યા :સ્થાનિક લોકોએ ધરતીમાં જોરદાર આંચકો અનુભવ્યો

નવી દિલ્હી :  ઈન્ડોનેશિયાના માલુકુમાં ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.9 માપવામાં આવી છે. આ ભૂકંપની સાથે સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. અગાઉ, દક્ષિણ પેસિફિક ક્ષેત્રમાં સ્થિત ટાપુ દેશ વનુઆતુમાં તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રવિવારે રાત્રે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.0 માપવામાં આવી હતી. આ સાથે અધિકારીઓએ અહીં સુનામીનું એલર્ટ પણ જારી કર્યું હતું.

પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે જણાવ્યું કે વનુઆતુના દરિયાકાંઠાની નજીક સુનામીનો ખતરો છે. પહેલીવાર એલર્ટ જારી કરાયા બાદ વનુઆતુના કેટલાક લોકો ઊંચા સ્થળો પર ગયા હતા. સ્થાનિક લોકોએ જણાવ્યું કે ધરતીમાં જોરદાર આંચકો અનુભવાયો હતો.

(12:00 am IST)