Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

પુરૂષોની સરખામણીએ મહિલા શ્રમિકોને મળે છે ૪૦ ટકા ઓછી મજૂરી

કન્‍સ્‍ટ્રક્‍શન અને રિયલ સેક્‍ટરમાં કુલ ૫.૭ કરોડ લોકોમાં ફક્‍ત ૭૦ લાખ મહિલાઓ : આ ક્ષેત્રોમાં મહિલાઓના આગળ ન વધવા પર ઉઠાવ્‍યા સવાલᅠ

નવી દિલ્‍હી તા. ૧૦ : નિર્માણ તેમનજᅠરિયલ એસ્‍ટટ ક્ષેત્રમાં અસંગઠિત મહિલા કામદારોનેᅠપુરુષ શ્રમિકોની સરખામણીએ ૩૦-૪૦ ટકા સુધી ઓછી મજૂરી મળે છે. આ ક્ષેત્રમાં મહિલા તેમજ પુરુષ અસમાનતાᅠપર જાહેર એક રિપોર્ટમાં આ સર્વે કરવામાંᅠ આવ્‍યો છે.

સલાહકાર ફાર્મ પ્રાઈમસ પાર્ટનર્સ અને વર્લ્‍ડ ટ્રેડ સેન્‍ટર તરફથી જાહેર એક રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે કે ઘરેલુ નિર્માણ તેમજ રિયલ એસ્‍ટેટ ક્ષેત્રમાં કામ કરનાર કુલ ૫.૭ કરોડ લોકોમાં ફક્‍ત ૭૦ લાખ મહિલાઓ છે કુલ સંખ્‍યાના ફક્‍ત ૧૨ ટકા છે. કુલ કામગારોમાંᅠમહિલાઓનું પ્રતિનિધિત્‍વ પ્રમાણસર રીતે ઓછું હોવાની સાથે જ તેને પારિશ્રમિકᅠઅથવા મજૂરી પણ તુલનાત્‍મક રૂપે ઓછી મળે છે. તેને પરિશ્રમિકᅠઅથવા મજૂરી પણ તુલનાત્‍મક રીતે ઓછી મળે છે.ᅠ

જયાંᅠસુઘીᅠપ્રબંધન સ્‍તરના પદો પર મહિલાઓની ભાગીદારીનો સવાલ છે તો નિર્માણ ક્ષેત્રની કમ્‍પનીઓમાંᅠફક્‍ત ૨ ટકા મહિલાઓ જ પ્રબંધન સ્‍તર પર રહેલીᅠછે. રિપોર્ટના જણાવ્‍યા મુજબ મહિલાઓને આગળ વધવાની રાહમાંᅠઆવતા અવરોધો આ ક્ષેત્રમાં તેન માટે અવરોધક તરીકે કામ કરે છે.નિર્માણ તેમજ રિયલ એસ્‍ટેટ ક્ષેત્રની કંપનીઓનાᅠશીર્ષ પ્રબંધન સ્‍તર પર મહિલાઓની ભાગીદારી એક-બે ટકા સુધી મર્યાદિત છે.ᅠ

ᅠ રિપોર્ટ કહે છે કે પુરુષ કામદારોની સરખામણીએ મહિલા કામદારોનેᅠ૩૦ ટકા થી ૪૦ ટકા સુધી મજૂરીᅠમળે છે. આ આંકડો નિર્માણ તેમજ રિયલ એસ્‍ટેટ ક્ષેત્રમાં હાજર લૈંગિક અસમાનતાને દર્શાવે છે. નિર્માણ ક્ષેત્રમાં કાર્યરત મહિલા કામદારોનેᅠઅંદાજે પારિશ્રમિક ૨૬.૧૫ રૂપિયા પ્રતિ કલાક છે. જયારે પુરુષોનેᅠપ્રતિ કલાકેᅠ૩૯.૯૫ રૂપિયા મળે છે.

(10:21 am IST)